Uncategorized

આણંદનું ગૌરવ’ નાયબ મામલતદાર ચૈતન્ય સંઘાણીનું મુખ્યમંત્રી દ્વારા કરાયું સન્માન

આણંદનું ગૌરવ’ નાયબ મામલતદાર ચૈતન્ય સંઘાણીનું મુખ્યમંત્રી દ્વારા કરાયું સન્માન

દેશન અનેક લોકો દ્વારા ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાના અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમને ઇતિહાસમાં સૌ પ્રથમ વખત બિરદાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આણંદના જાણીતા તત્વચિંતક , લેખક અને પુરવઠા વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ચૈતન્ય સંઘાણીનું પણ મુખ્યમંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.

આણંદના જાણીતા તત્વચિંતક , લેખક અને પુરવઠા વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ચૈતન્ય સંઘાણીને તેમની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપલક્ષમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે.ગુજરાત સરકારના યુવા રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સેવ કલ્ચર સેવ ઇન્ડિયા ફાઉન્ડેશનની પ્રેરણાથી જે સંતો અને મહાનુભાવો દ્વારા ભારતીય સંસ્કૃતિ જીવંત રાખવાના અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે તેમને ઇતિહાસમાં સૌ પ્રથમ વખત બિરદાવવાનું નક્કી કરવામાં આવ્યું. સંસ્કૃતિ ટકશે તો દેશનો વિકાસ યોગ્ય દિશામાં ફળીભૂત થઈ શકશે તેવા વિચારને કેન્દ્રમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા ઇતિહાસમાં પહેલીવાર સંસ્કૃતિ માટે તલસ્પર્શી કાર્ય કરનાર લોકોને પુરસ્કાર આપવાનું નક્કી કરવામાં આવ્યું.

 

જે ગૌરવવંતો પુરસ્કાર જૈન સંત પદ્મભૂષણથી સન્માનિત પૂજ્ય રત્નસુંદર વિજયજી મહારાજ સાહેબ ,સ્વામી પરમાત્માનંદજી ની સાથે એવી યુવા પ્રતિભાવોને પણ આપવામાં આવ્યો કે જેમણે પોતાનું જીવન ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે વિભિન્ન રીતે સમર્પિત કર્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button