ગાંધીનગરનું રાજકારણ: ગુજરાતના નાથ તરીકે યથાવત રહેશે ભૂપેન્દ્ર પટેલ, પીએમ મોદીના આ સંકેતથી સૌ સારા વાના
ગાંધીનગરનું રાજકારણ: ગુજરાતના નાથ તરીકે યથાવત રહેશે ભૂપેન્દ્ર પટેલ, પીએમ મોદીના આ સંકેતથી સૌ સારા વાના
જણાવવુું રહ્યું કે વર્ષ 2022 ની ચૂંટણીના પ્રચાર દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તમામ મંચ પરથી ‘નરેન્દ્ર – ભૂપેન્દ્ર’ ની જોડી ની વાત કરી હતી. અને જોગાનુજોગ આ જોડીને ગુજરાત ની જનતા એ ના માત્ર સ્વીકારી પરંતુ 156 બેઠકો આપી નવો ઇતિહાસ સર્જ્યો. સતત બીજી વખત ભૂપેન્દ્ર પટેલની સીએમ તરીકે નિયુક્તિ થઈ તેમજ સૌથી નાના કદના મંત્રીમંડળ સાથે સરકાર ડિસેમ્બર 2022 ના ભૂપેન્દ્ર પટેલ ની સરકાર ફરી કાર્યરત થઈ.ગુજરાતના રાજકારણ માટે એમ કહેવાય કે તે ક્યારેય એગ્રેસીવ રહ્યું નથી અને સાથે સતત ઉતાર ચઢાવની સ્થિતિ પણ ઘણા ઓછા સંજોગોમાં જોવા મળે. મુખ્યત્વે બે પક્ષ વચ્ચે ચાલતી રહેતી ગાંધીનગરની નવાજુનીમાં ત્રીજો પક્ષ હંમેશા ધોવાઈ જતો જોવા મળ્યો છે. આ બધા વચ્ચે ક્યારેક રાજકારણના નામે અસંતુષ્ટો હવાબાજી કરીને પોતાનો રોટલો શેકી નાખતા હોય કે પછી મક્કમતા અને મૃદુતા વચ્ચે સુકાન સંભાળી રહેલાને હલાવવાની નિષ્ફળ પેંતરાબાજી કરી નાખતા હોય છે.ગુજરાતના રાજકારણમાં થોડા સમય પહેલા સીએમ ભુપેન્દ્ર પટેલને લઈને આવી જ પાયા વિહોણી વાતો વહેતી થઈ હતી કે તેમના પુત્રની માંદગી વચ્ચે તેમના સીએમ પદ પર જોખમ ઉભુ થઈ શકે છે. જો કે સમયાંતરે સીએમ કરતા પીએમ નરેન્દ્ર મોદી જ તેનો છેદ ઉડાડી મુકવા માટે નરેન્દ્ર અને ભુપેન્દ્રની જોડીનું ઉદાહરણ આપતા રહે છે. હાલમાં પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે રહ્યા અને તેમાં પણ તેમણે જે સંકેત આપ્યા તે સીએમ ભુપેન્દ્ર પટેલ માટે સૌ સારા વાના બરાબર ના જ હતા