ANAND || આણંદ જિલ્લામાંથી વધુ એક મુન્નાભાઈ MBBS ઝડપાયો..ખંભોળજ બાદ ઉમેટામાથી ઝડપાયો
ANAND || આણંદ જિલ્લામાંથી વધુ એક મુન્નાભાઈ MBBS ઝડપાયો..ખંભોળજ બાદ ઉમેટામાથી ઝડપાયો
આણંદ એસઓજી પોલીસને માહિતી મળી હતી કે, આંકલાવ તાલુકાની ઉમેટા ચોકડી પાસે બનાવટી દવાખાનું ચાલી રહ્યું છે. જેથી પોલીસે ઉમેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી સાથે છાપો મારતા ઉમેટા ચોકડીથી આંકલાવ તરફ જતા રોડ ઉપર આવેલી જમણી બાજુની એક દુકાનમાંદવાખાનું હતુ. જેના શટર ઉપર દવાખાનુ ડો. અત્તાઉલ્લાખાન બી.પઠાણ, ડો. અજય કોઠિયાલાવાળા,બીએચએમએસ રજીસ્ટર નંબર જી ૧૪૧૦૬ લખેલુ હતુ. પોલીસે દવાખાનામાં હાજર શખ્સનું નામઠામ પુછતાં સુર્યનજય ઉર્ફે જોયભાઈ રામેન વિશ્વાસ (રે. ઉમેટા ચોકડી, રબારીવાસ, મુળ બહાદુરપુર, પશ્ચિમ બંગાળ)નો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસે સર્ટીફીકેટ કે પ્રમાણપત્ર હોય તો ૨જુ કરવાનું કહેતા તેની પાસે આવું કાંઈપણ નહીં હોવાનું જણાવ્યું હતુ. પોલીસે દવાખાનામા તપાસ કરતા વિવિધ પ્રકારની દવાઓ.દર્દીઓને તપાસવાના મેડિકલ સાધનો, ઈન્જેક્શનો સહિત કુલ ૪૪૬૨૧ રૂપિયાનો મુદ્દામાલ મળી આવતાં તે જપ્ત કરીને આંકલાવ પોલીસ મથકે ગુનો દાખલ કરાવીને કાર્યવાહી હાથ ધરી છે.