India vs Sri Lanka: વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતની સૌથી મોટી જીત, 302 રનથી શ્રીલંકાને હરાવી દીધું
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચમાં ભારતે વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી મોટી જીત મેળવી છે. ભારતે આપેલા ટાર્ગેટની સામે શ્રીલંકાની ટીમ પાણીમાં બેસી ગઈ હતી.
મુંબઈ: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચમાં ભારતે વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી મોટી જીત મેળવી છે. ભારતે આપેલા ટાર્ગેટની સામે શ્રીલંકાની ટીમ પાણીમાં બેસી ગઈ હતી.
358 રનના ટાર્ગેટના જવાબમાં શ્રીલંકન ટીમ 19.4 ઓવરમાં 55 રન પર સમેટાઈ ગઈ હતી. આ હાર સાથે શ્રીલંકા સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. શ્રીલંકા માટે કસુન રઝિથાએ 14, એંઝેલો મેથ્યૂઝે 12 અને મહીશ તીક્ષ્ણાએ 12 રન બનાવ્યા હતા. ટીમના 5 બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ 5 અને મોહમ્મદ સિરાજે 3 વિકેટ લીધી હતી
આજની મેચ બાદ પોઈન્ટ ટેબલ અપડેટ
ભારતીય ક્રિકેટ ટીમનું આઈસીસી વર્લ્ડ કપ 2023માં ધમાકેદાર પ્રદર્શન યથાવત છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈંડિયાએ શ્રીલંકા વિરુદ્ધ 302 રનથી જીત મેળવી આ વર્લ્ડ કપમાં સતત 7મી વાર જીત નોંધાવી છે. આ જીતથી ભારત વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
બેટીંગમાં જ્યાં શુભમન ગિલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે કમાલ કરી તો, બોલીંગમાં પણ મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી તથા જસપ્રિત બુમરાહે ધમાલ મચાવી હતી. ભારત તરફથી આપવામાં આવેલા 358 રનના ટાર્ગેટ સામે શ્રીલંકાની ટીમ 19.4 ઓવરમાં ફક્ત 55 રન જ બનાવી શકી અને આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ. ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સૌથી વધારે 5 વિકેટ લીધી હતી. તો વળી મોહમ્મદ સિરાજે 3 વિકેટ લીધી હતી. શમી આ મેચનો પ્લેયર ઓફ દ મેચ બન્યો હતો.