Surat:પરિણીત દીકરીના પ્રેમીની માતા પર ભાઇ અને માતાએ હુમલો કરતા હાથની આંગળી કપાઈ
પરિણીત દીકરીના પ્રેમીની માતા પર ભાઇ અને માતાએ હુમલો કરતા હાથની આંગળી કપાઈ
કામરેજના નવાગામ ખાતે રહેતા 40 વર્ષીય મીનાબેન મહેન્દ્રભાઈ દરજી મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. પરિવારમાં ત્રણ પુત્રો પૈકી 24 વર્ષીય પુત્ર પરેશભાઈ ગામની જ જ્યોતિ રવજી રાઠોડ નામની મહિલા સાથે પ્રેમ સંબધ ધરાવતો હતો. જ્યોતિ રાઠોડના કઠોર રહેતા ઉત્તમભાઈ રાઠોડ સાથે લગ્ન થયા હતા. પરંતુ પતિ સાથે મનમેળ ના હોય પરેશભાઈ રાઠોડ સાથે કામરેજના ઘલા ગામે રહેવા આવી ગઈ હતી.
મંગળવારના રાત્રીના 11 વાગ્યા પરેશની પ્રેમિકા જ્યોતિના માતા વજીયાબેન તેમજ ભાઈ રાજેશભાઈ (રહે,નવાગામ, કુવા ફળિયા) પરેશભાઈના ઘરે આવીને જ્યોતિના પ્રેમ સંબંધની જૂની અદાવત રાખી રાજેશભાઈએ બેનના પ્રેમીની માતા મીનાબેન દરજીને ગાળો આપી, ઉશ્કેરાય જઈ ઝપાઝપી કરી હતી અને કોઇતા વડે માથાના ભાગે મારી દેતા મીના બેન લોહીલુહાણ થઈ ગયા હતા, જ્યારે જમણા હાથમાં કોયતો મારતાં, હાથની ટચલી આંગળીઓ કપાઈને ચામડી સાથે લટકી પડી હતી. મારામારી કરી બને માતા પુત્ર જતાં જતાં મીનાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
અકસ્માતના પગલે ઘટના સ્થળે આવેલી 108માં ઇજાગ્રસ્ત મીનાબેનને ખોલવડ ખાતેની દીનબંધુ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાતા જ્યાં ડોકટર હાજર ના હોય તેમને વધુ સારવાર અર્થે સુરત ખાતેની નવી સીવીલ હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા.જે સમગ્ર ઘટના બાદ ઇજાગ્રસ્ત મીનાબેન દરજીએ કામરેજના નવાગામ ખાતેના કુવા ફળિયા ખાતે રહેતા માતા વપાર્બન રવજીભાઈ રાઠોડ તેમજ પુત્ર રાજેશભાઈ વજીભાઈ રાઠોડ સામે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.