સુરત: દક્ષિણ ગુજરાતમાં ACB નો સપાટો, ઈજનેર સહીત 3ની ધરપકડ, નેત્રંગનો હેડ કોન્સ્ટેબલ ફરાર
સુરત: લાંચ રુશવત વિરોધી શાખાએ સુરત અને ભરૂચમાં છટકું ગોઠવી ત્રણ લોકોની ધરપકડ કરી છે જયારે એક ફરાર છે. સુરત મહાનગર પાલિકાના અઠવાઝોનના ઈજનેર અને સહાયક જયારે ભરૂચમાં નેત્રંગના પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ કરાયો છે
સુરત: લાંચ રુશવત વિરોધી શાખાએ સુરત અને ભરૂચમાં છટકું ગોઠવી ત્રણ લોકોની ધરપકડ કરી છે જયારે એક ફરાર છે. સુરત મહાનગર પાલિકાના અઠવાઝોનના ઇલેક્ટ્રીકલ જુનીયર ઇજનેર પરેશભાઇ પટેલ તથા મેઇન્ટેનન્સ આસીસ્ટન્ટ ડેનીશ બારડોલીયા 40 હજારની લાંચ લેતા ઝડપાયા છે.
અન્ય કેસમાં ભરૂચના નેત્રંગમાં બુટલેગરને માર નહિ મારી કેસમાં રાહત આપવા 50 હજારની લાંચ લેતા જીઆરડી જવાન ઝડપાયો છે જયારે એસીબીએ હેડ કોન્સ્ટેબલને ફરાર જાહેર કર્યો છે.
સુરતમાં ઈજનેર અને તેનો આસિસ્ટન્ટ લંચ લેતા ઝડપાયા
સુરત મહાનગર પાલિકામાં સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ અને મેઈન્ટેનન્સના કોન્ટ્રકટરે કરેલા કામોનું 47 લાખનું બીલ બનાવવા અને તેનું ચુકવણૂં કરવા માટે મનપાના અઠવાઝોનના લાઇટ ખાતાનાં ઇલેક્ટ્રીકલ જુનીયર ઇજનેર પરેશકુમાર સુમનભાઇ પટેલ [ઉ.વ.૪૩] અને મેઇટેનન્સ આસીસ્ટટન્ટ ડેનિશ રાજેશકુમાર બારડોલીયા [ઉ.વ.૩૭] એ કુલ 40 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. આ અંગે કોન્ટ્રાકટર એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું.એસબીએ બંનેને નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સંચાલિત નગર પ્રાથમિક શાળાનાં કંપાઉન્ડમાંથી લાંચ લેતા ઝડપી પાડ્યા હતા
નેત્રંગના પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો
ભરૂચ જિલ્લાના નેત્રંગમાં બુટલેગરને દારૂના કેસમાં રાહત આપી માર ન મારવા 1 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવતા બુટલેગર એસીબી પાસે પહોંચ્યો હતો. વાતચીત બાદ 50 હજારમાં મામલો નિપટાવવાનું નક્કી કરાયું હતું. એસીબીએ છટકું ગોઠવી જી.આર.ડી જવાન દોલતસિંહ પાંચીયાભાઇ વસાવાને લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડ્યો હતો. નેત્રંગના હેડ કોન્સ્ટેબલ છનાભાઇ શાંતિલાલ વસાવાએ લાંચના 50 હજાર જીઆરડી જવાનને આપવા કહ્યું હતું. એસીબીના છટકામાં દોલતસિંહ ઝડપાતા હેડ કોન્સ્ટેબલ છનાભાઇ પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગયો હતો.