વડોદરા

Vadodra: પ્રેમ પ્રકરણની આશંકાએ યુવતીના ભાઈઓએ યુવકને ઢોર માર માર્યો

સંસ્કારી નગરી વડોદરામાં હવે હુમલાઓના બનાવો વધી રહ્યા છે. તેવામાં માંડવી વિસ્તારમાં રહેતા એક કોલેજીયન વિદ્યાર્થીને પ્રેમ પ્રકરણની આશંકાએ યુવતીના ભાઈઓએ બેરહેમી પૂર્વક માર માર્યો હતો. આ માર મારવાની ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે.

વડોદરાની શામળ બેચરની પોળમાં રહેતા રમેશ પ્રજાપતિ ચોળાફળીની લારી ચલાવે છે અને તેમનો પુત્ર લુબારામ પ્રજાપતિ એમ.એસ.યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.   નજીકમાં જ રહેતી યુવતી સાથે મોબાઈલ મેસેજની આપલે થઈ હતી, જેમાં બે દિવસ અગાઉ યુવતીનો મોબાઈલ પર મેસેજ આવતા તેણે રીપ્લાય આપ્યો હતો.  જે મેસેજ યુવતીના ભાઈ રાકેશ અને વિશાલ ચૌધરી જોઈ જતા 1 નવેમ્બરના રોજ રાત્રિના 11 વાગ્યાના સુમારે બંને ભાઈઓ બાઇક પર યુવકના ઘરે પહોંચ્યા હતા અને લોખંડની ફેટ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થઇ ગયા હતા.જેના સીસીટીવી પણ સામે આવ્યા છે.

યુવકના પિતા કહી રહ્યા છે કે મારા પુત્રનો કોઈ વાંક ન હોવા છતાં તેને ગંભીર રીતે માર મરાતા તેને માથા પર 30 ટાંકા આવ્યા છે અને પગ કામ કરતા નથી. જેથી આ હુમલાખોરોને પોલીસ ઝડપી પાડે અને કડકમાં કડક સજા કરે તેવી માંગ યુવકના પિતાએ કરી છે.  ઉલ્લેખનીય છે કે યુવક અને તેના પિતાની ફરિયાદના આધારે પોલીસે હુમલાખોર રાકેશ અને વિશાલ ચૌધરીની શોધખોળ આદરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button