નેપાળમાં ભૂકંપના કારણે ભારે તબાહી, અનેક ઇમારતો ધરાશાયી, 128ના મોત, 1 હજારથી વધુ ઘાયલ
નેપાળના વડાપ્રધાન આજે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
નેપાળમાં ગઈકાલે મોડી રાત્રે ભયાનક ભૂકંપ આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 128 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 1000થી વધુ લોકો ઘાયલ થયા છે, 6.4ની તીવ્રતાના ભૂકંપમાં ઘણી ઈમારતો ધરાશાયી થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
નેપાળના વડાપ્રધાન આજે ભૂકંપ પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેશે
નેપાળમાં ગઈકાલે 6.4ની તીવ્રતાના ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે. આ ભૂકંપ આશરે 11.54 કલાકે આવ્યો હતો, જેમા અનેક મકાનો ધરાશાયી થયા હતા. દિલ્હી-NCRમાં પણ મોડી રાત્રે ભૂકંપના મોટા આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત યૂપી-બિહારમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા બાદ લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા. નેપાળ સરકારના જણાવ્યા અનુસાર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સરકારના પ્રવક્તા અનુસાર નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ (pushpa kamal dahal prachanda) આજે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા જશે.
આંચકા 40 સેકન્ડ સુધી અનુભવાયા
નેપાળના રાષ્ટ્રીય ભૂકંપ માપન કેન્દ્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર જાજરકોટમાં ભૂગર્ભમાં 10 કિલોમીટરની ઊંડાઈમાં હતું. ભૂકંપની અસર ભારત અને ચીનમાં પણ જોવા મળી હતી. ભારતમાં ભૂકંપના આંચકા 40 સેકન્ડ સુધી અનુભવાયા હતા