આનંદ

Borsad: એક્ટિવામાં જતા પરિવારને કારે ઉલાળ્યા, પિતા-પુત્રીનાં સ્થળ પર જ મોત, માતા 15 ફૂટ દૂર ફંગોળાઈ

એક્ટિવામાં જતા પરિવારને કારે ઉલાળ્યા, પિતા-પુત્રીનાં સ્થળ પર જ મોત, માતા 15 ફૂટ દૂર ફંગોળાઈ

આણંદના બોરસદ-રાસ રોડ ઉપર એક ભયંકર અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક્ટિવામાં બેસીને જઈ રહેલા પરિવારને સ્વીફ્ટ કારે ફૂટબોલની જેમ રોડ પર ઉછાડ્યા હતા. જેથી પિતા તેમજ બે પુત્રીઓ રોડ પર નીચે પટકાયા હતા. જ્યારે માતા 15 ફૂટ ઉછળી રોડથી દૂર બાવળિયામાં ફંગોળાઈ ગઈ હતી. આ અકસ્માતમાં એક પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પિતાનું સારવારમાં મોત થયું હતું. તેમજ માતા અને એક પુત્રી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માતને પગલે રોડ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. તેમજ આ અકસ્માતના હચમચાવી નાખતા CCTV પણ સામે આવ્યાં છે. જેમાં સેકન્ડની ભૂલ મોતના માતમમાં ફેરવાઈ હોય તેવું સાફ સાફ જોવા મળી રહ્યું છે. ત્યારે આવો આ સમગ્ર ઘટનાને વિસ્તારથી જોઈએ…

એક્ટિવામાં સવાર પરિવારને કારે અડફેટે લીધા રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ મહેસાણામાં ટ્રકે એક રીક્ષાને ટક્કર મારતા એક જ ગામના ચાર લોકોના મોત થયા હતા. ત્યારે આજે આણંદ જિલ્લામાંથી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક પરિવારનો માળો વિખેરાયો હતો. એક્ટિવા પર જઈ રહેલા પરિવારને એક કાર ચાલકે અડફેટે લીધા હતા. કાર ચાલકે જોરદાર ટક્કર મારતા માતા-પિતા અને બે પુત્રી ફંગોળાઈ ગયા હતા.

બે લોકોની જીંદગી રોડ પર જ ખતમ થઈ ગઈ આ અકસ્માતના CCTV પણ સામે આવ્યાં છે, જેમાં જોઈ શકાય છે કે, પૂરપાટ ઝડપે આવતી કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેથી પિતા અને પુત્રી ફૂટબોલની જેમ ઉછળીને રોડ પર નીચે પટકાયા હતા. તેમજ માતા 15 ફૂટ ઉછળી બાવળિયામાં ફંગોળાઈ ગઈ હતી. પિતા અને પુત્રીએ જીવ ગુમાવ્યો હતો. થોડી ગફલતના કારણે બે લોકોની જીંદગી રોડ પર જ ખતમ થઈ ગઈ હતી. તેમજ માતાને અને અન્ય પુત્રીને પણ ગંભીરઈજા પહોંચી હતી, જેથી તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ અકસ્માત બાદ કાર ચાલક બોરસદ રૂલર પોલીસ મથકે હાજર થયો હતો.

માતા-પિતા તેમજ બે પુત્રીઓ હવામાં ફંગોળાઈ ગયા બોરસદ તાલુકાના દાવોલ ગામમાં આવેલા કાઠીવાળા કુવામાં રહેતાં 24 વર્ષીય વિજયભાઇ ગોહેલની નાની બહેન નિશાબેનના લગ્ન ઝારોલ ખાતે રહેતા કિરણભાઈ જાદવ સાથે થયાં હતાં. તેઓને સંતાનમાં જીયા અને દેવાંશી એમ બે દિકરીઓ છે. આ કિરણભાઈ, તેમના પત્ની નિશાબેન અને તેમની બંને દિકરીઓ ગતરોજ સવારના સમયે એક્ટિવા લઈને બોરસદ તાલુકાના રૂદેલ ગામની સીમમાં આવેલા શરણાઈકુઈ પ્રાથમિક શાળા સામે આવેલ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. આ વખતે માર્ગ પર સામેથી પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે કિરણભાઈના એક્ટિવાને ટક્કર મારી હતી. જેથી એક્ટિવા પર સવાર કિરણભાઈ તેમની પત્ની નિશાબેન તેમજ બંને દીકરીઓ હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જેથી ચારેયને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે પૈકી 5 વર્ષીય જીયા કિરણભાઈ જાદવનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

 

બીજીબાજુ કાર પણ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. માતા અને નાની પુત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ બનાવની જાણ થતા બોરસદ રૂરલ પોલીસની ટીમ તેમજ 108 એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી આવી હતી અને ત્રણેય ઈજાગ્રસ્તને સારવાર માટે બોરસદની સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન કિરણભાઈ જાદવનું પણ મોત નીપજ્યું હતું. હાલ ઈજાગ્રસ્ત નિશાબેન અને તેમની નાની પુત્રી દેવાંશીની વાઘોડિયા સ્થિત હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પરિણીતા પોતાના પરિવાર સાથે પિયરમાં જઈ રહી હતી ફરીયાદી વિજયભાઈ ગોહેલ જણાવે છે કે, અમારા ધરે મરણનો શોક હોવાથી મારી બહેન નિશા, બનેવી કિરણભાઈ જાદવ તેમજ બંને ભાણી જીયા અને દેવાંશી ગઈકાલે સવારે એક્ટિવા લઈને દાવોલ સ્થિત મારા અમારા ઘરે આવવા નીકળ્યા હતાં. દરમિયાન રસ્તામાં તેઓને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં મારા બનેવી અને એક ભાણીનું મોત નિપજ્યું છે. મારી બહેન અને નાની ભાણી હાલ સીરીયસ

છે અને વાઘોડિયાની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી

છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button