આંકલાવ સીટી સર્વે કચેરી દ્વારા પંદર દિવસ અગાઉ નોટીસ પાઠવીને ૯ મી નવેમ્બર સુધી સ્વેચ્છાએ કાચા-પાકા દબાણો દુર કરવા જણાવ્યું હતું તેમ છતાં દૂર ન થતાં પોલીસ બંદોબસ્ત સાથે આજે સવારે હટાવવામાં આવ્યા
આંકલાવ શહેર અને તેની જોડતા મુખ્ય માર્ગો ઉપર કેટલીક જગ્યાએ કાચા-પાકા દબાણો થઇ ગયા છે તે પણ દૂર કરવામાં આવે તેવી માંગ
આંકલાવ વિરકુવા ચોકડી પર છેલ્લા કેટલાય સમયથી કાચા-પાકા દબાણોનો રાફડો થઈ ગયો હોવાથી રસ્તો સાંકળો થઇ ગયો હતો. જે અંગે એક અરજદાર દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી. જે તે સમયે સીટી સર્વે કચેરીએ તપાસ કરતાં દબાણ હોવાનું માલુમ પડયુ હતું. જેથી દબાણો દૂર કરવાનો હુકમ કર્યો હતો. તેમ છતાં દબાણો દુર થતાં ન હતા. જેના કારણે અવારનવારસહિતની સમસ્યાઓ સર્જાતી હતી, જેથી પેટલાદ સીટી સર્વે કચેરીના અધિકારી એસ.આર. દિવાને દિવાળી પહેલા તમામ દુકાનદારો સહિત લારી ગલ્લાવાળાને નોટીસ પાઠવીને ૯ મી નવેમ્બર સુધીમાં દબાણો દૂર કરવા જણાવ્યું હતું. જોકે દબાણો દૂર ન થતાં દીવાળીબંદોબસ્ત સાથે વિરકુવા ચોકડી પરથી કાચા પાકા ૧૫ હી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે
પ્રાપ્ત માહિતીનુસાર વિરકુવા ચોકડી પર છેલ્લા કેટલાય સમયથી દબાણોનોરાફડો થઈ ગયો છે. જેમાં કેટલાક લોકોએ પાકી દુકાનોપણ તાલી બાંધી હતી. તેમજ કાચા ઝુપડાં ઊભા કરી તેમજ લારી ઓ ઉભી રાખીને દબાણ કરવામાં આવ્યા હતા, જે બાબતે અગાઉ પણ સીટી સર્વે કચેરી દ્વારા તપાસ કરીને દબાણો દૂર કરવા જણાવ્યું હતું. તેમાં એક દુકાનમાં તોતાજેતરમાં જ ભાજપ કાર્યાલય ઊભું કરવામાં આવ્યું હતું. જેનું ખાતુમુર્હુત પણ બ ાકી હતુ. સોમવારે સીટી સર્વે તથા આંકલાવ મામલદાર અને સ્થાનીક પોલીસ સાથે મળી જેસીબી મશીનથી વીરકુવા ચોકડી પર ઉભા કરાયેલા કાચાપાકા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં ૧૫ થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે.
આંકલાવ વિસ્તારમાં હજુ પણ કેટલાક માર્ગો ઉપર કાચા પાકા દબાણો હોવાથી સાંકળા બની ગયા છે. ત્યારે તંત્ર દ્વારા મુખ્ય માર્ગો ઉપર તેમજ ગ્રામ્ય વિસ્તારોના માર્ગો ઉપર થયેલા દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.