આનંદ ટાઉન હોલ ખાતે ગરાસિયા સમાજ દ્વારા શિક્ષણમાં આગવું સ્થાન મેળવનાર સમાજના દીકરા દીકરીઓનું સન્માન
આનંદ ટાઉન હોલ ખાતે ગરાસિયા સમાજ દ્વારા શિક્ષણમાં આગવું સ્થાન મેળવનાર સમાજના દીકરા દીકરીઓનું સન્માન
આનંદ જિલ્લાના ગરાસિયા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને શિક્ષણને લઇને સમાજમાં દીકરા દીકરીઓ અને તેમના વાલીઓમાં જાગૃતતા આવે. અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને સમાજને યોગ્ય દિશામાં લઈ જવાની પ્રેરણા મળે. તેવા હેતુ થી ગરાસિયા સમાજ વેલફેર ટ્રસ્ટ, આણંદ જિલ્લામા પરીક્ષામાં દીકરા-દીકરીઓ S.S.C./H.S.C. (સામાન્ય પ્રવાહ) માં ૭૫% કે તેથી વધુ અને H.S.C. (વિજ્ઞાન પ્રવાહ) માં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવનારનો તેમજ જે દીકરા-દીકરીઓએ વિશિષ્ટ શૈક્ષણિક ડિગ્રીઓ જેવી કે પી.એચ.ડી., ડૉક્ટરી, સી.એ., વકીલાત, એન્જિનીયરીંગ જેવી ડિગ્રી મેળવેલ હોય તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઈનામ વિતરણ કરવામાં આવ્યું
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પીરે તરીકત સૈયદ મુસ્તાકઅલી બાવા ક્લ્લા શરીફ, પીરે તરીકત સૈયદ વાહીદઅલી બાવા કલ્લા શરીફ,પીરે તરીકત સૈયદ મજલેઅલી બાવા નાપાડ. અને ગરાસિયા સમાજ વેલફેર ટ્રસ્ટ કાર્યકર્તા, રણજીત ભાઈ રાણા, એહમદ ભાઈ રાઠોડ, રફીકભાઇ રાણા,અજીત ભાઈ વાઘેલા, તેમજ ગરાસિયા સમાજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા