અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા યુવકે મેસેજ કરી બિભત્સ ફોટા માગ્યા, ના આપ્યા તો કર્યું આવું!
ગત 5મી ઓક્ટોમ્બરે યુવતી ઘરે હાજર હતી તે દરમિયાન એક અજાણ્યા યુવકે તેને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી આપી હતી. આ રીકવેસ્ટ સ્વિકારતા તેને આ આઇડી ધારકે મેસેજ કર્યો હતો.
અમદાવાદઃ સોશિયલ મીડિયામાં અજાણ્યા લોકો પર વિશ્વાસ મૂકીને મિત્રતા કેળવતા લોકો માટે એક ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.ઘાટલોડિયામાં રહેતી યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા યુવકે મિત્રતા કેળવી. ત્યારબાદ યુવતીને મેસેજ કરીને તેના બીભત્સ ફોટોની માંગણી કરી હતી. જો કે, યુવતીએ ફોટો મોકલવાની ના પાડતા આરોપી યુવકએ તેની વાતચીતની ચેટ યુવતીના પતિને મોકલી આપવાની ધમકી આપીને રૂપિયા 10 હજારની માંગણી કરી હતી. જેથી આ મામલે યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં યુવતી તેના પતિ સાથે રહે છે. યુવતી સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ધરાવે છે. ગત 5મી ઓક્ટોમ્બરે યુવતી ઘરે હાજર હતી તે દરમિયાન એક અજાણ્યા યુવકે તેને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી આપી હતી. આ રીકવેસ્ટ સ્વિકારતા તેને આ આઇડી ધારકે મેસેજ કર્યો હતો. બાદમાં બંન્ને એકબીજા સાથે પર્સનલ વાતચીત કરી હતી. જો કે બાદમાં યુવતી પાસે બીભત્સ પ્રકારના ફોટા માંગતા તેને મોકલી આપ્યા નહોતા.ત્યારે આરોપીને મનમાં લાગી આવતા તેણે યુવતી સાથેની વાતચીતની ચેટ તેના પતિના આઇડી પર વાયરલ કરાવાની ધમકી આપી હતી. જેથી યુવતીએ તેની રીકવેસ્ટ અનફ્રેન્ડ કરી દીધી હતી. જો કે, બાદમાં આરોપીએ યુવતીની સમાજમાં બદનામી થાય તેવા ગંદા બીભત્સ પ્રકારના મેસેજ કરી, પર્સનલ ચેટ તેના પતિને મોકલી આપવાનું કહીને રૂપિયા 10 હજારની માંગણી કરી હતી અને બેંકની વિગત મોકલી આપી હતી. જો કે, યુવતીએ તેને કોઈ નાણા ચૂકવ્યા નહોતા અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે