અમદાવાદ

ગુજરાતમાં દારૂ ઘુસાડવાની માથું ચકરાવી નાંખે તેવી ટેક્નિક પણ ન લાગી કામ, અંતે ઝડપાયા

ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ બુટલેગરો અનેક નવી તરકીબો દ્વારા ગુજરાતમાં દારૂ સપ્લાય કરી રહ્યા છે. અમદાવાદ પીસીબી ટીમ અને બાવળા પોલીસે એક સંયુક્ત ઓપરેશન દ્વારા બાવળા - બગોદરા પાસેની ઢેઢાળ ચોકડી નજીકથી એસિડ ભરવાના ટેન્કર માંથી 470 પેટી વિદેશી દારૂનો મોટો જથ્થો કબજે કરી ડ્રાઇવરની ધરપકડ કરી છે.

અમદાવાદ: બુટલેગર ગેરકાયદેસર રીતે ગુજરાતમાં દારૂ પ્રવેશ કરાવવા માટે અનેક માથાભારે તરકીબો અપનાવતા હોય છે. જોકે, અમદાવાદ પોલીસ સક્રિય બનીને આવા બુટલેગરોની તરકીબોનો પર્દાફાશ કરી રહી છે. અમદાવાદ પીસીબીની ટીમને મળેલી ચોક્કસ માહિતી આધારે બાવળા – બગોદરા હાઈવે નજીક આવેલી ઢેઢાળ ચોકડી પાસેના પુલના છેડેથી એક દારૂ ભરેલી ટેન્કર પકડી પાડવામાં આવી.

આ એસિડ ભરવાના ટેન્કરની આડમાં દારૂની પેટીઓ મુકીને લઇ જવામાં આવી રહ્યો હતો. જે અંગે પીસીબીની ટીમને ચોક્કસ માહિતી મળતા અમદાવાદથી તેનો પીછો કર્યો અને ગ્રામ્ય વિસ્તારમાંથી આ ટેન્કરને બાવળા પોલીસની ટીમને સાથે રાખી પકડી પાડ્યું હતું.

પ્રાથમિક માહિતી અનુસાર, ભરવાડ વાસ નજીક આ વિદેશી દારૂનો જથ્થો ભરેલું ટેન્કર પ્રાથમિક તબક્કે એસિડના ટેન્કર જેવી બનાવટનું રાખવામાં આવ્યું હતું. જેથી પોલીસને શંકા ના જાય અને બેરોકટોક રીતે મોટાપાયે દારૂની હેરફેર થઈ શકે. પરંતુ પોલીસ પણ સક્રિય બની આવા બુટલેગરોને દારૂની હેરાફેરી કરતા રોકવા સક્રિય બની કામગીરી કરી રહી છે. એસિડ ભરવાના ટેન્કરની આડમાં આ વિદેશી દારૂનો જથ્થો ઉદયપુર વિસ્તારમાંથી ભરી અન્ય જગ્યાએ ડિલિવરી કરવા માટે ચાંદમલ મીણા નામનો રાજસ્થાનનો ડ્રાઇવર નીકળ્યો હતો. જેમાં અલગ અલગ દારૂની 5,640 બોટલ મળી આવતા હાલ દારૂનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. સાથે જ એસિડનું ટેન્કર પણ કબજે કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.મહત્વનું છે કે, એસિડના ટેન્કરમાં અલગ અલગ ખાનાઓ બનાવવામાં આવ્યા હતા. આ ખાનાઓમાં દારૂ ભરી સપ્લાય કરવામાં આવતો જેથી પોલીસને શંકા પણ ના જાય. હાલ બાવળા પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધી આરોપી ડ્રાઇવર ચાંદમલ મીણા નામની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.પોલીસે આ મામલે ઊંડાણથી તપાસ કરી રહી છે કે, ઉદયપુરથી આ દારૂ ભરીને ટેન્કર કોના દ્વારા મોકલવામાં આવ્યું હતું અને કઈ જગ્યાએ આ ટેન્કર ખાલી કરવાનું હતું. જોકે હાલમાં ગુજરાતમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર કોણ છે તે દિશામાં પણ વધુ તપાસ શરૂ કરાઇ છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button