બોરસદ: પ્રાથમિક શાળા સૈજપુરમાં વર્ષ 2023 24 માં મુખ્ય શિક્ષક શ્રી દીપકભાઈ મિસ્ત્રી તરફથી સો ટકા હાજરી માટે એક નવતર પ્રયોગ અમલમાં મૂકવામાં આવ્યો
પ્રાથમિક શાળા સૈજપુરમાં વર્ષ 2023 24 માં મુખ્ય શિક્ષક શ્રી દીપકભાઈ મિસ્ત્રી તરફથી સો ટકા હાજરી માટે એક નવતર પ્રયોગ અમલમાં મૂકવામાં આવ્યો
એહવાલ: બિપીનભાઈ રાઠોડ
અંતર્ગત દરેક વર્ગમાં દરેક માસમાં સો ટકા હાજરી ધરાવતા બાળકોને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું જેમાં જૂન મહિનાથી દિવાળીના વેકેશન એટલે કે નવેમ્બર અંત સુધી જે બાળકો દર મહિને 100% હાજર હોય તેવા બાળકોને ઇનામ આપવામાં આવતું.જેમાં જૂન મહિનામાં 100થી અગિયાર ટકા બાળકો જુલાઈ મહિનામાં 100 માંથી 12% બાળકો ઓગસ્ટ મહિનામાં 100 માંથી 16% ટકા બાળકો સપ્ટેમ્બર મહિનામાં 100 માંથી 24 % બાળકો ઓક્ટોબર મહિનામાં 100 માંથી 38% અને નવેમ્બર મહિનામાં 100 માંથી 26% બાળકો સો ટકા હાજર રહ્યા.જેમાં દરેક બાળકોને મુખ્ય શિક્ષક તરફથી દરેક મહિનાના અંતમાં 100% હાજરી ધરાવતા બાળકો ને ઈનામ આપવામાં આવ્યા. આ ઉપરાંત પ્રથમ સત્રમાં 100% ટકા હાજરી ધરાવતા 9 બાળકો ને 26મી જાન્યુઆરીએ પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવશે. તેવી જ રીતે બીજા સત્રમાં 100% ટકા હાજરી ધરાવતા બાળકોને પણ ઇનામ આપવામાં આવશે અને અંતે આખા વર્ષમાં જે બાળકો સો ટકા હાજરી ધરાવતા હશે તેવા બાળકોને મુખ્ય શિક્ષક તરફથી ઇનામ આપવામાં આવશે. આ હાજરી ના નવતર પ્રયોગ દ્વારા ખુબ સરસ સફળતા મળી. ધીરે ધીરે બાળકો 11% હાજરીથી વધી ને અત્યારે 38% સુધી સો ટકા હાજરીવાળા બાળકો થયા છે.શાળા શિક્ષક ગણ અને આચાર્યશ્રી નાં પ્રયત્નો થી ખૂબ સરસ પરિણામ મળેલ છે.