કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ સી જે ચાવડા ભાજપમાં જોડાશે, સમર્થકો સાથે કરશે કેસરિયા
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય સી જે ચાવડાએ રાજીનામું આપી દીધુ છે.જે પછી હવે તેઓ ભાજપમાં જોડાવાના છે. તેઓ તાલુકાના પૂર્વ પ્રમુખો અને તાલુકા પંચાયતના સભ્યો પણ ભાજપમાં જોડાશે.
લોકસભાની આગામી ચૂંટણી પૂર્વે ગુજરાતના રાજકારણમાં આયારામ ગયારામ શરુ થઇ ગયુ છે.કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે સી જે ચાવડા ભાજપમાં જોડાવાના છે. મળતી માહિતી પ્રમાણે સી જે ચાવડા 4 ફ્રેબ્રુઆરીએ કેસરિયો ધારણ કરશે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરશે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય સી જે ચાવડાએ રાજીનામું આપી દીધુ છે.જે પછી હવે તેઓ ભાજપમાં જોડાવાના છે. તેઓ તાલુકાના પૂર્વ પ્રમુખો અને તાલુકા પંચાયતના સભ્યો પણ ભાજપમાં જોડાશે.પૂર્વ તાલુકા પ્રમુખ વિજય પટેલ અને ચંદનસિંહ કેસરિયો ધારણ કરશે.પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ પરમાર અને હર્ષદ પટેલ પણ ભાજપમાં જોડાશે.
અગાઉ કોંગ્રેસના એક ધારાસભ્યએ કોંગ્રસમાંથી છેડો ફાડ્યા બાદ હવે વધુ એક કોંગ્રેસ ધારાસભ્ય કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. આ પહેલા આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યુ હતુ, જે પછી કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યુ હતુ.હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા સી જે ચાવડાએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધુ છે.