બોરસદના સૈજપુર પ્રાથમિક શાળા માં 75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી.
સૈજપુર પ્રાથમિક શાળા સૈજપુર માં 75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી.
આજરોજ પ્રાથમિક શાળા સૈજપુર માં 75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી.જે અંતર્ગત પ્રાથમિક શાળા સૈજપુરમાં શાળામાં જ અભ્યાસ કરીને હાલ નર્સિંગ નો અભ્યાસક્રમ પૂર્ણ કરી તબીબી સેવામાં જોડાયેલ શ્રી મનીષાબેન મહેન્દ્રભાઈ સોલંકી તરફથી ધ્વજ વંદન કરવામાં આવ્યું.જેમાં ગામના સરપંચ શ્રી સોમાભાઈ સોલંકી,રૂપેશભાઈ પટેલ, જગદીશભાઈ રાઠોડ,પિન્ટુભાઇ રાઠોડ,ચંદ્રેશભાઇ રાઠોડ, ઇન્દ્રજીત સોલંકી તેમજ ગામના અગ્રણીઓ, વાલીઓ ,એસએમસી સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા. આજરોજ ધ્વજવંદન કાર્યક્રમ પૂર્ણ કરી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત શાળાના બાળકોએ સુંદર કાર્યક્રમ રજૂ કર્યો, જેમાં નાના ભૂલકાઓને ગ્રામજનોએ પ્રોત્સાહક ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. ચાલુ વર્ષ 23-24 માં વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે રમતોત્સવ શાળા તરફથી, મનોરંજક સ્પર્ધાઓ ખોડાભાઈ સોલંકી તરફથી, ગીત સ્પર્ધા હર્ષદભાઈ જગદીશભાઈ રાઠોડ તરફથી,શાળામાં પ્રથમ સત્રની સો ટકા હાજરી મેળવેલ બાળકોને શાળાના આચાર્ય શ્રી દિપકભાઈ મિસ્ત્રી તરફથી પ્રોત્સાહક ઇનામ તેમજ રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમ જ વર્ષ 22-23 માં પ્રથમ ત્રણ નંબર મેળવેલ બાળકોને વિષ્ણુભાઇ શનાભાઇ પટેલ તરફથી રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમનું સમગ્ર સંચાલન શ્રી સુરેશભાઈ જેઠાભાઈ વણકર આસિસ્ટન્ટ શિક્ષક પ્રાથમિક શાળા સૈજપુર તરફથી કરવામાં આવ્યું હતું શાળામાં સ્વાગત પ્રવચન શ્રી કૌશિકભાઈ પટેલ તેમજ આભાર વિધિ શ્રી ધીરજભાઈ સાધુ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી દિ પકભાઈ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો.