Maharatna PSU ને ગુજરાતમાં મળ્યો કરોડોનો ઓર્ડર, 6 મહિનામાં 70 % રિટર્ન આપનાર સ્ટોક હજુ તેજી બતાવી શકે છે
મહારત્ન કંપની કોલ ઈન્ડિયા ગુજરાતમાં સૌર ઉર્જા પ્રોજેક્ટ માટે સૌથી મોટી બિડર તરીકે ઉભરી આવી છે. બજાર બંધ થયા બાદ સ્ટોક એક્સચેન્જને મોકલવામાં આવેલી માહિતીમાં કંપનીએ જણાવ્યું હતું કે તેણે 25 જાન્યુઆરી 2024ના રોજ યોજાયેલી ઈ-ઓક્શનમાં ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પાવર કોર્પોરેશન લિમિટેડનો 300 મેગાવોટ ક્ષમતાનો પ્રોજેક્ટ હસ્તગત કર્યો છે.
મહારત્ન કંપની કોલ ઈન્ડિયા ગુજરાતમાં સૌર ઉર્જા પ્રોજેક્ટ માટે સૌથી મોટી બિડર તરીકે ઉભરી આવી છે. બજાર બંધ થયા બાદ સ્ટોક એક્સચેન્જને મોકલવામાં આવેલી માહિતીમાં કંપનીએ જણાવ્યું હતું કે તેણે 25 જાન્યુઆરી 2024ના રોજ યોજાયેલી ઈ-ઓક્શનમાં ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પાવર કોર્પોરેશન લિમિટેડનો 300 મેગાવોટ ક્ષમતાનો પ્રોજેક્ટ હસ્તગત કર્યો છે. કોલ ઈન્ડિયાનો શેર આ સપ્તાહે રૂપિયા 390 ના સ્તરે બંધ થયો હતો. કંપનીના શેરે છ મહિનામાં 70 ટકા વળતર આપ્યું છે
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) એ 600 મેગાવોટ ગ્રિડ કનેક્ટેડ સોલાર પાવર પ્રોજેક્ટની ખરીદી માટે બિડ મંગાવી હતી. આ પ્રોજેક્ટ્સ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની (GIPCL)ની માલિકીના ખાવડા, ગુજરાત ખાતેના સોલાર પાર્કમાં સ્થિત હશે. GUVNL કોલ ઈન્ડિયા સાથે 25 વર્ષ માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરશે. પાવર પરચેઝ એગ્રીમેન્ટ થયાની તારીખથી 15 મહિનાની અંદર પ્રોજેક્ટ અમલમાં આવશે.