આંકલાવ અને બોરસદમાં ગેરકાયદે ધમધમતા ઈંટ ભઠ્ઠા પર તંત્રની રહેમ નજર હોવાની બૂમ
કિંખલોદમાં આવેલા માં બ્રિક્સ ચાલતા બાળ મજૂરી પર કાર્યવાહી કરશે
• ઈંટોના ભઠ્ઠા માલિકો સામે કાર્યવાહી કરવાની માંગ ઊઠી
• જમીનના પાકને નુકશાન થતા સ્થાનિક અને ભારે હાલાકી કરવાનો સામનો કરવો પડી રહી છે ઈંટોના ભઠ્ઠા આજુ બાજુ ના તમાકુના પના પર ધૂળ ચડી જતા ખેડૂતોને ચિંતામાં
• બોરસદ અને આંકલાવ પંથકમાં ઈંટોના ભઠ્ઠા પર બાળ મજૂરીનું દૂષણ વધ્યું
આણંદ જિલ્લામાં 200 ઉપરાંત ઈંટ ભઠ્ઠાઓ અને હાથ ભઠ્ઠીઓ ગેરકાયદે ચાલે છે. ખાનગી જમીનો ભાડે રાખી આડેધડ ઈંટો પકવવાની પ્રવૃત્તિ સાથે ખૂબ મોટી પ્રમાણમાં માટી ખનન અને બાળ મજૂરી જેવાં દૂષણોની પ્રવૃત્તિઓ તેજ બની છે. જિલ્લામાં બોરસદ અને આંકલાવ પંથકમાં ગેરકાયદેસર ચાલતા ઈંટોના ભઠ્ઠાને સીલ ક્યારે મારવામાં આવશે તે હવે જોવાનો રહ્યો કાંઠાગાળાના વિસ્તારોમાં ખાનગી જમીન ભાડે રાખી આડેધડ ઈંટો પકવવાની પ્રવૃત્તિ તેજ બની છે. આ ઉપરાંત કેટલાક ગામોમાં રાત્રિ દરમિયાન ગેરકાયદેર માટી ખનન પણ ખૂબ મોટી પ્રમાણમાં કરાય છે જે તમામ પ્રવૃત્તિઓ સત્તાધિશોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
બોરસદ અને આંકલાવ તાલુકામાં આવેલા ઈંટ ભઠ્ઠાઓ પર મજૂરી કરતાં પરપ્રાંતીય મજૂરો પોતાનાં બાળકોને શાળાએ મોકલી શકતાં નથી. ગરીબી અને મજબૂરીવશ તેઓ કુમળી વયના બાળકોને મજૂરી કરાવતા હોય છે. તંત્રને ઈંટોના ભઠ્ઠા ઉપર કામ કરતાં બાળકો જોવા નથી મળતાં જેથી અનેક તર્ક વિતર્ક જોવા મળે છે.કિંખલોદમાં આવેલા માં બ્રિક્સ ઈંટોના ભઠ્ઠા પર વહેલી સવારે કડકડતી ઠંડીમાં બાળ મજૂરી કરતાં કુમળી વયનાં બાળકો જોવા મળે છે. આ મામલે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.