ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી સંચાલિત જીસેટ કોલેજ માં CAMPUS TO CORPORATE ઇન્ડસ્ટ્રી- અકેડેમીયા મીટ, ૨૦૨૪ નું આયોજન થયું
ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી સંચાલિત જીસેટ કોલેજ માં CAMPUS TO CORPORATE ઇન્ડસ્ટ્રી- અકેડેમીયા મીટ, ૨૦૨૪ નું આયોજન થયું
એહવાલ: ઈકબાલ પરમાર
ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી સંચાલિત જી એચ પટેલ કોલેજ ઓફ એન્જિનિરીંગ & ટેક્નોલોજી(જીસેટ) કોલેજ માં ૧૦/૦૨/૨૦૨૪, શનિવાર ના રોજ ઇન્ડસ્ટ્રી- અકેડેમીયા મીટ,૨૦૨૪ નું આયોજન થયું. જીસેટ કોલેજ ની સફર માં આ સૌ પ્રથમ મીટ હતી અને ખુબ જ સફળતા પૂર્વક પૂર્ણ થઇ હતી.
આ મીટ નો મુખય ધ્યેય ઉધોગો ની જરૂરિયાત ને પહોંચી વળવાં શિક્ષણ ની ગુણવતા ને સુમેળ કરવું, ઔદ્યોગિક તાલીમ ને શિક્ષણ સાથે સાંકળવું,
MOU દ્વારા વિવિધ ક્ષેત્રો માં ઔધોગીક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકલન પ્રસ્થાપિત કરવું, તેમજ વિવિધ સંશોધન પ્રવુતિઓ ને પ્રોત્સાહન આપવાનો હતો. આ મીટ માં વિવિધ ઇન્ડસ્ટ્રીઝ ના ૬૦ થી વધુ CMDS , CEOS , Directors અને Senior officers ઊપસ્થિત રહ્યા હતા અને તેમાં થી ઘણા બધા એ પેનલ ચર્ચા માં ભાગ લીધો હતો. પેનલ ચર્ચા મુખત્વે ઇન્ડસ્ટ્રી- અકેડેમીયા વચ્ચે રહેલા અવરોધોને દૂર કરી તેનો ઉકેલ શોધી નાખવાનો હતો. પેનલ ચર્ચા મુખત્વે બે મુદ્દા પર કરવામાં આવી હતી જેમાં પ્રથમ ચર્ચા માં ઇન્ડસ્ટ્રીઝ ની જરૂરિયાત અને એકેડેમિક વચ્ચે નું અંતર કેવી રીતે ઘટાડી શકાય તેના પર પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. જયારે બીજા તબક્કામાં એન્જીન્યરીંગ ની મૂળભૂત શાખાઓ માં વિદ્યાર્થોઓ ના ઘટતાં રસ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના પ્રમુખ એન્જિનિયર શ્રી ભીખુભાઇ પટેલ, CVM યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ર્ડો. હિમાંશુ સોની, મુખ્ય અતિથિ રક્ષવીર જસરા (FANE, Senior Vice President, Reliance Industries Limited,Vadodara), અતિથિ વિશેષ શ્રી જાગૃત ભટ્ટ, (CMD, Cipriani Harrison Values Private limited, GIDC, Vitthal Udyognagar), ર્ડો. ધર્મેન્દ્ર માંડલિયા (Joint CEO, SSIP, Gujarat Knowledge Society, Govt. of Gujarat & Professor, LDCE, Ahmadabad) સવિશેષ ઊપસ્થિત રહ્યા હતા.
ચાર કલાક થી વધુ ચાલેલા આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો તેમજ વિધાર્થોઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. અંતમાં CVMયુનિવર્સિટી ના પ્રમુખ એન્જિનિયર શ્રીભીખુભાઇ પટેલે કોલેજ ના આચાર્ય ર્ડો કૌશિક નાથ, કન્વીનર ર્ડો ચેતન શેઠ, કોર્ડીનેટર ર્ડો મનન દેસાઈ તેમજ તેમની ટીમ ને અભિનંદન પાઠવ્યા હતા અને આ યુનિક ઇવેન્ટ ના આયોજન ને બિરદાવ્યું હતું અને CVM યુનિવર્સિટી તરફ થી Industries/organizations ને જોયતી તમામ મદદ ની ખાતરી આપી હતી. સમર્ગ ઇવેન્ટ કોલેજ ના આચાર્ય ર્ડો કૌશિકનાથ ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. કોલેજ ના આચાર્ય ર્ડો કૌશિક નાથે પણ જીસેટ ના સફર માં થયેલી પ્રથમ ઇન્ડસ્ટ્રીઝ- અકેડેમીયા મીટ, ૨૦૨૪ ના યોજના બદ્ધ આયોજન માટે પુરી ટીમ ને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આ જળવાઈ રહે તેવો આગ્રહ રાખ્યો હતો.