આણંદ: આકલાવ તાલુકાના કોસિન્દ્રાથી લાલપુરા 2 મહિના પહેલા બનેલા રોડ પર ગાબડા પડ્યાં
આકલાવ તાલુકાના કોસિન્દ્રાથી લાલપુરા 2 મહિના પહેલા બનેલા રોડ પર ગાબડા પડ્યાં
આંકલાવ કોસીન્દ્રા થી લાલપુરા માર્ગ બે માસ પર લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરીને ડામર રોડ બનાવ્યો હતો. જે તે વખતે કોન્ટ્રાકટરે યોગ્ય તકેદારી ન રાખતાં માલ હલકી ગુણવાતાનો વાપર્યો હોવાથી હાલ કેટલીક જગ્યાએ ગાબડા પડી ગયા છે. જેના કારણે તંત્ર દ્વારા પુનઃ થીંગડા મારવાનો વખત આવ્યો છે. હાલમાં થીંગડા મારવાની કામગીરીમાં વેઠઉતારવામાં આવી રહી છે. જેના કારણે કેટલીક જગ્યાએ ડામર રોડ પર પથરાઈ જતાં રાહદારીને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. ટુ વ્હીલર ચાલકોને સ્લીપ ખાઈ જવાનો ભય સતાવી રહ્યો છે. જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે સ્થાનિક રહેવાશી ખોડાભાઇ જણાવ્યું હતું કે, હાલમાં કોસીન્દ્રા નજીક ગાબડા પુરવામાં આવે છે. જેમાં વેઠ ઉતારવામાં આવી રહી છે. કેટલીક જગ્યાએ જરૂરીયાત કરતાં વધુ ડામર પાથરી દેતાં રોડ ફેલાઇ ગયો છે. જેથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવોપડે છે.