આંકલાવ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને વિરોધ પક્ષના નેતા શ્રીઅમિતભાઈ ચાવડા ના હસ્તે વિવિધ વિસ્તારોમાં પાકા ડામર રોડ ના ખાતમુહુર્ત
આંકલાવ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને વિરોધ પક્ષના નેતા શ્રીઅમિતભાઈ ચાવડા ના હસ્તે વિવિધ વિસ્તારોમાં પાકા ડામર રોડ ના ખાતમુહુર્ત
આકલાવ તાલુકામાં કોસિદ્રા- ભરતપુરા રોડ રૂ 25 લાખ, લાલપુરા -હનુમાનજી મંદિર થી ઇન્દીરા કોલોની ભહડા તળાવ રોડ રૂ 1 કરોડ 25 લાખ ,આસોદર – ઓરીયા વિસ્તાર રોડ રૂ 44 લાખ અને ચમારા – વિજાપુર ખુટતી કડી રોડ રૂ 1 કરોડ 2 લાખ રૂપિયા ના વિવિધ મુખ્ય કાચા થી પાકા ડામર રોડ નુ કામ મંજૂર થતાં તેનું ખાતમુહૂર્ત વિધિ. આકલાવ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા માન.શ્રી અમિતાભાઇ ચાવડા સાહેબના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે એ પી એમ સી ના ચેરમેન મનુભાઈ પઢિયાર તથા આકલાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્ર સિંહ પઢિયાર, પૂ. શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી ફતેહસિંહ સોલંકી, પૂ. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રતનબેન જાદવ, તથા શનાભાઇ પઢિયાર, રયજીભાઇ,સહિત કોસિદ્રા, લાલપુરા, આસોદર અને ચમારા વિવિધ ગામોમાં ગામના આગેવાનો સરપંચશ્રીઓ, ગામના ગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.