કોસીન્દ્રા પ્રા.શાળાના લંપટૅ શિક્ષકે શાળામાં બે વિદ્યાર્થિનીઓની શારીરિક છેડતી કરી, રોષે ભરાયેલા વાલીઓએ શાળામાં જઈ હોબાળો મચાવ્યો
કોસીન્દ્રા પ્રા.શાળાના લંપટૅ શિક્ષકે શાળામાં બે વિદ્યાર્થિનીઓની શારીરિક છેડતી કરી, રોષે ભરાયેલા વાલીઓએ શાળામાં જઈ હોબાળો મચાવ્યો
રિપોર્ટ: મહેશભાઈ પઢીયાર
કોસીન્દ્રા પ્રાથમિક શાળાના લંપટ શિક્ષકે શાળાની બે વિદ્યાર્થિનીઓની શારીરિક છેડતી કરી હોવાનો કિસ્સો સામે આવતાં ચકચાર મચી છે. આ અંગે આંકલાવ પોલીસે લંપટ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
આંકલાવ તાલુકાના કોસીન્દ્રા ગામમાં સરકારી પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં ફરજ બજાવતાં લંપટ શિક્ષક કિરણ બુધાભાઈ વાળંદએ શાળામાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓને શારીરીક અડપલાં કર્યાં હતાં. જેથી ડઘાઈ ગયેલી વિદ્યાર્થિનીઓએ આ અંગેની જાણ પોતાના માવતરને કરી હતી. જે બાદ શિક્ષકની આ હરકત અંગેની જાણ સમગ્ર ગામમાં વાયુવેગે પ્રસરી ગઈ હતી. જેથી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ શાળામાં જઈ હોબાળો મચાવ્યો હતો અને લંપટ શિક્ષક કિરણ વાળંદને સસ્પેન્ડ કરી, કડકમાં કડક સજા આપવાની માંગ ઉચ્ચારી છે. ત્યારે, આ બનાવ અંગે ભોગ બનનાર વિદ્યાર્થિનીના વાલીની ફરીયાદને આધારે આંકલાવ પોલીસે લંપટ શિક્ષક કિરણ વાળંદ વિરુદ્ધ આઈ.પી. સી કલમ 354 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.