આંકલાવ: શનિવારે આંકલાવમાં હાજીઓનો સત્કાર સમારોહ યોજાયો
શનિવારે આંકલાવમાં હાજીઓનો સત્કાર સમારોહ યોજાયો
માઈનોરીટી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શનિવારે એમ.એસ. હાઈસ્કૂલ આંકલાવ ખાતે શાળા સમય બાદ હાજિઓના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આંકલાવ અને આસોદરના હાજીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમારોહમાં શાળાના ટ્રસ્ટીશ્રીઓ ,સેક્રેટરીશ્રી અને વિદ્યાર્થીઓ દ્વારા હાજીઓનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, વિદ્યાર્થીઓએ પ્રાસંગિક પ્રવચન અને નાતે પાક રજૂ કર્યા. મૌલાના નોમાન સાહેબે હજ યાત્રાનું મહત્વ અને તેના ધાર્મિક મહત્વ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. શાળાના આચાર્યશ્રીએ પણ વ્યાખ્યાન આપીને હાજીઓને શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે હાજી ગુલામહુસેન એમ. રાજ દ્વારા દરેક હાજીને “હજ કા સાથી” પુસ્તક અને તસબિહ ભેટ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજીઓ, ટ્રસ્ટીઓ,શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા હાજીઓનું સન્માન અને પ્રસ્તુતિ.
મૌલાના નોમાન સાહેબ દ્વારા હજ યાત્રાના મહત્વ પર વ્યાખ્યાન.
હાજીઓને “હજ કા સાથી” પુસ્તક અને તસબિહ ભેટ.
એમ.એસ. હાઈસ્કૂલ આંકલાવના સ્ટાફ દ્વારા સ્વાદિષ્ટ નાસ્તાની વ્યવસ્થા.