આનંદ:ભાલેજ લંગર ફાઉન્ડેશન દ્વારા પાંચમો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું..
ભાલેજ લંગર ફાઉન્ડેશન દ્વારા પાંચમો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું..
રિપોર્ટ. ઈકબાલભાઈ પરમાર
આણંદ જિલ્લાના ભાલેજ ગામમાં લંગર ફાઉન્ડેશન દ્વારા પાંચમો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. લંગર ફાઉન્ડેશન આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ૨૨ જેટલા મુસ્લિમ સમાજના યુગલોએ ઇસ્લામ ધર્મ ના શરિયત પ્રમાળે લગ્ન કરી લગ્ન ગ્રન્થી માં પ્રવેશ કર્યો. આ સમૂહ લગ્નોત્સવ દ્વારા એક અનુપમ સંદેશ પણ આપ્યો હતો. ભારત જેવા બિનસાંપ્રદાયીક દેશમાં ગરીબી એ સૌથી મોટો ધર્મ છે. અને આ ધર્મના લોકો બે ટંકના જમવા માટે પણ જઝૂમતા હોય છે. આવા ગરીબ પરિવારોના દીકરા- દીકરીઓના ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપૂર્ણ થતાં નથી. દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે. નાણાં અને સંશાધનથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી. પરંતુ કહેવાય છે, જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે. આ જ સૂત્રને સાર્થક સાબિત કરે છે, માનવતા……. જીવનનો બીજો તબક્કો એટ્લે ઘર સંસાર… ભારત ભરમાં સેવારૂપી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે. ભૂખ્યાને ભોજન, ભટકતાને આશરો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે. જેમાં લંગર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંસાર માંડવા માટે ઘર વખરીનો ૧૫૧ થી વધુ વસ્તુ ઓ સખી દાતાઓ તરફ થી પુરી પાડવામાં આવી હતી.
જેમાં લંગર ફાઉન્ડેશન જે વર્ષોથી ગરીબ પરિવારોના લગ્ન, લંગર ફાઉન્ડેશન હોસ્પિટલ, લંગર ફાઉન્ડેશન સીવણ ક્લાસમેદી ક્લાસ અને કોઈ આકસ્મિક બનાવ માટે મદદ નું માધ્યમ બને છે અને આકસ્મિક બનાવ માટે એમ્બ્યુલન્સ પણ ૨૪ કલાક કાર્યરત છે. અને આ સમૂહ લગ્ન માં લગ્ન સાદગી થી થાય અને કુરિવાજો દૂર થાય અને નેસ્ત નાબુદ થાય તે હેતુસર એક જ સ્થળે સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યાં. આ સમૂહ લગ્નમાંસમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ રાજુ ભાઈ હાલાણી, , મોઈન ભાઈ ચકલાસી વ્હોરા તોફીક ભાઈ આણંદ જુનેદ ભાઈ ચકલાસી વાળા, અંજુમ સોરા મુસ્લિમ સમાજ ગ્રુપ એક્ટિવિટ્સ યાસીન મલિક (સબર ફાર્મ ), સોએબ એન ઠાકોર (APO ઉમરેઠ તાલુકા પંચાયત ), રિસીકેશ સ્વામી (કેરલ) મિસ્ટર જુનેદ વોહરા મોદી (ભાલેજ જનરલ હોસ્પિટલ ના ડાઈરેક્ટર)
ડૉક્ટર જય શર્મા (ફિજ્યોથેરાપિસ્ટ )
ડૉક્ટર ડિેમ્પલ ઇસરાણી ( ડેન્ટલ સર્જન )
ડૉક્ટર બિરેન પાંડે (જનરલ સર્જન વિથ લેપ્રોસકોપી સર્જન ) એક્ષ એપોલો હોસ્પિટલ એન્ડ સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ
ડોક્ટર નયન ઉપાધ્યય (સી.ઈ.ઓ ) ભાલેજ પોલીસ સ્ટેશન PSI આર.બી વાઘેલા અને પોલીસ સ્ટાફ ભાલેજ સરપંચ ગામના આગેવાનો અને ગામની મસ્જિદોના આલીમાં હાજરી આપી હતી અને ૨૨ દુલ્હા અને દુલ્હન ને આશીર્વાદ દુવાઓ આપી હતી. અને ભાલેજ લંગરફાઉન્ડેશન ટ્રસ્ટ પઠાણ સલમાનખાન (સંજરી હોટલ) પ્રમુખ, સૈયદ મો.હાસમી અમીરઅલી -ઉપપ્રમુખ, ઠાકોર મહેમુદમીયાં હાજી નબીમીયાં(સરપંચ) સૈક્રેટરી,
ઠાકોર મહંમદસોએબ હાજી નજીરમીયાં (આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર ઉમરેઠ તાલુકા પંચાયત ), મલેક શબ્બીરમીયાં મહંમદમીયાં (મેમ્બર), ખતીબ મહેબુબમીયાં અશરફમીયાં (વાયરમેન), મલેક શબ્બીરમીયાં (ખલીફાએ રિફાઇ), સૈયદ આબિદઅલી (મંડપવાલે), ઠાકોર રફીક (માલીવાડા), મલેક સદ્દામહુસેન શફીમીયાં (મહેન્દ્રા ફાઈનાન્સ), બશર ચિશ્તી (સ્ટાર ન્યુઝ પત્રકાર), સફી મિયાં મલેક ONGC, સૈયદ જુનેદઅલી, તથા સમસ્ત ભાલેજ મુસ્લિમ સામજ દ્વારા આવેલા મેહમાનો આલિમો આગેવાનો ગ્રામજનો નો અને સખી દાતાઓ નું ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો..