આંકલાવ તાલુકાના કહાનવાડી ગામે શ્રી રવિભાણ સાહેબ ગુરુ ગાદીખાતે નવનિર્માણ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
આંકલાવ તાલુકાના કહાનવાડી ગામે શ્રી રવિભાણ સાહેબ ગુરુ ગાદીખાતે નવનિર્માણ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
રિપોર્ટર મહેશ ભાઈ પઢિયાર
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કહાનવાડી ગામમાં પૂજ્ય મોરારી બાપુ ની રામકથા ના માધ્યમ થી *બેટી બચાવો બેટી પઢાઓ* રાષ્ટ્રિય અભિયાન અંતર્ગત આરતી મહિલા વિકાસ સંઘના નેજા હેઠળ. આંકલાવ તાલુકાના કહાનવાડી ગામે શ્રી રવિભાણ સાહેબ ગુરુ ગાદી ખાતે નવ નિર્મિત મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના આયોજક પ.પૂ. આચાર્ય શ્રી દલપતરામ મહારાજ (પૂર્વ માહિતી નિયામક અધિકારી, ગાંધીનગર) તથા મહુવા તલગાજરડા થી પધારેલ રાષ્ટ્પતિ એવોર્ડ વિજેતા નિવૃત્ત શિક્ષક શ્રી જીતેન્દ્રભાઈ વાજા સાહેબ અને આસોદર કરણેટપુરા શાળાના મુખ્ય શિક્ષક તેમજ રાષ્ટ્પતિ એવોર્ડ વિજેતા રમણભાઈ પઢીયાર સાહેબના સંયુક્ત સહયોગથી આસોદર અને અંબાવ ગામની ધોરણ ૫ થી ૭ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી જેઓ શાળામાં દૂર થી ચાલતી આવતી હોય તેવી કન્યાઓને પરમ પૂજ્ય મોરારી બાપુ ના હસ્તે ૨૭ સાયકલ નું વિતરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં સાયકલો આપનાર દાતાશ્રીઓ માં એ.પી.એમ.સી ના ચેરમેનશ્રી મનુભાઈ પઢીયાર, આસોદર ગામના સરપંચશ્રી રમણભાઈ પરમાર તથા ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક શ્રી સંજયભાઈ પટેલ દાતાશ્રીઓના સહયોગથી કાર્યકમને સફળ બનાવ્યો.આ પ્રસંગે કહાનવાડી ગામના અને આજુબાજુ ના ગામ માંથી ખુબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતાં.