આણંદ:ગરાસિયા સમાજ વેલફેર ટ્રસ્ટના પ્રમુખશ્રી રણજીતખાન રાણાના નાપાડ ખાતેના ફાર્મ હાઉસ ખાતે સન્માન સમારંભ અને સંગઠનની જવાબદારીની વહેચણી અંગેનો કાર્યક્રમ યોજાયો
ગરાસિયા સમાજ વેલફેર ટ્રસ્ટના પ્રમુખશ્રી રણજીતખાન રાણાના નાપાડ ખાતેના ફાર્મ હાઉસ ખાતે સન્માન સમારંભ અને સંગઠનની જવાબદારીની વહેચણી અંગેનો કાર્યક્રમ યોજાયો
અહેવાલ: ઈકબાલ પરમાર
ગરાસિયા સમાજ વેલફેર ટ્રસ્ટના પ્રમુખશ્રી રણજીતખાન રાણાના નાપાડ ખાતેના ફાર્મ હાઉસ પર તા ૦૫/૦૩/૨૦૨૪ ને મંગળવારના રોજ સાંજના ૪ :૦૦ કલાકે સન્માન સમારંભ અને સંગઠનની જવાબદારીની વહેચણી અંગેનો કાર્યક્રમ યોજાયો .
બાર કાઉન્સિલમાંથી ગુજરાત વકફ બોર્ડમાં સભ્ય તરીકે ચુટાયેલા ભાઈશ્રી રણજીતસિંહ રાઠોડ વકીલ ને સન્માનવાનો તેમજ ગરાસીયા સમાજ વેલફેર ટ્રસ્ટની વધી રહેલી કામગીરીનું વિતરણ કરી જવાબદારી સોપવા અંગે સંગઠનની મીટીંગ યોજાઈ હતી .
કાર્યક્રમનો શુભારંભ પ્રાથના થી કરવામાં આવ્યો . ગરાસીયા સમાજ વેલફેર ટ્રસ્ટના અધ્યક્ષ અજીતસિંહ વાઘેલા એ સ્વાગત પ્રવચન કરી મહેમાનો ને આવકાર આપી ગરાસીયા સમાજ વેલફેર ટ્રસ્ટ અંગેની માહિતી આપી હતી .
આ કાર્યક્ર્મમાં ગુજરાત વકફ બોર્ડના સભ્યશ્રી વકીલશ્રી રાઠોડ રણજીતસિંહ તથા બચુભાઈ દૂધવાળા ,ઇનાયતખાનજી મલિક સાત જિલ્લાના ગરાસિયા સમાજના આગેવાનો પ્રમુખશ્રી ,અધ્યક્ષશ્રી ગરાસિયા સમાજના આગેવાનો હાજર રહ્યા હતા .
આ કાર્યક્ર્મમાં જ્વાબદારીનું વિતરણ કરતા આણંદ જિલ્લા પ્રમુખ તરીકે ગોહિલ અજીતસિંહ બાપુસાહેબ, બરોડા જિલ્લા પ્રમુખ વાઘેલા મહમ્મદભાઈ બચુભાઈ , અમદાવાદ જિલ્લા પ્રમુખ તરીકે વાઘેલા યુનુસભાઈ છત્રસિંહ, સુરત જિલ્લા પ્રમુખ તરીકે રાણા સલીમભાઈ માધવસંગ અને બોટાદ જિલ્લા પ્રમુખ તરીકે પરમાર બાપાલાલ બચુભા તેમજ ગુજરાત મહિલાવિંગ પ્રમુખ તરીકે દાયમાં તાહેરબેન મહમ્મદહનીફ (વકીલ ) ,ગુજરાત મહિલાવિંગ ઉપપ્રમુખ તરીકે રાણા નીલમબેન દોલતસિંહ (પ્રિન્સિપાલ )ને જ્વાબદારી સોપવામાં આવી હતી .
સંગઠનના વિસ્તરણ અંગે વિસ્તૃત માહિતી સંગઠનના મંત્રી શ્રી અહેમદભાઈ રાઠોડે આપી હતી . જયારે સંગઠનના પ્રમુખશ્રી રણજીતસિંહ રાણાએ શેક્ષણિક સંકુલ બનાવવા જે જમીન ખરીદવાની છે તે અંગે સખી દાતાઓ તરફથી આવેલ સખાવતની વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા જેમણે યોગદાન આપ્યું તે તમામ નો સંગઠનના ખજાનચી કનુભા ગોહેલે આભાર માન્યો .કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ઈર્શાદ સિંધા અને મોસીન રાઠોડે કર્યું હતું . પ્રીતિ ભોજન લઈ મીટીંગનું વિસર્જન થયું