આણંદ:CVM યુનિવર્સિટી દ્વારા ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની’ ઉજવણી પર મહિલાઓની સિદ્ધિઓનું સન્માન કરતા “ઉર્જા એવોર્ડ્સ” એનાયત કરવામા આવ્યા
CVM યુનિવર્સિટી દ્વારા ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની’ ઉજવણી પર મહિલાઓની સિદ્ધિઓનું સન્માન કરતા “ઉર્જા એવોર્ડ્સ” એનાયત કરવામા આવ્યા
તા. 11/03/24, સોમવારના રોજ CVM યુનિવર્સિટી દ્વારા મહિલાઓની સિધ્ધિઓને બિરદાવતા “ઉર્જા એવોર્ડ્સ” એનાયત થાય હતા. કોઈપણ દેશનો વિકાસ તેની મહિલાઓની ઉન્નતિ પર આધારિત હોય છે. તેથી જ જીવનના તમામ ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓને બિરદાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે મહિલાઓનું સન્માન કરવું એ દેશના સન્માન સમાન ગણાય છે.
CVM યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમથી મહિલા અને તેઓના નિઃસ્વાર્થ પ્રયાસોની સફળતાની ઉજવણી શક્ય બની છે. માત્ર એટલું જ નહીં પરંતુ અન્ય મહિલાઓને આત્મનિર્ભરતાના માર્ગ તરફ પગલાં ભરવા માટે પણ પ્રેરણા મળી હતી.
“ઉર્જા એવોર્ડ્સ” નો મુખ્ય ઉદ્દેશ્ય CVM યુનિવર્સિટીના વિકાસમા સીધી કે આડકતરી રીતે સહયોગ આપનારી મહિલાઓની વિચારધારાઓને સન્માનિત કરવાનો છે. જેના ભાગ રૂપે યુનિવર્સિટી એવી મહિલાઓની સિદ્ધિઓને ઉજવે છે જેમણે કારકિર્દીમાં સફળતા મેળવવાની સાથે સાથે, સમાજની પ્રગતિ અને સુધારણા માટે પણ અનેક કાર્યો કર્યા છે. આ ઊર્જા એવોર્ડ્સને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે .
પ્રથમ “ધ વુમન ઑફ ઇન્સ્પિરેશન” અને બીજો “યુથ એક્સેલન્સ એવોર્ડ્સ”.
“ધ વુમન ઑફ ઇન્સ્પિરેશન એવોર્ડ” એ CVMU હેઠળ સર્વોચ્ચ દરજ્જો ધરાવતો વિશેષ પુરસ્કાર છે. જે સમાજ સેવા અને લોકોના કલ્યાણ માટે કરવામાં આવતા કામોને બિરદાવે છે. CVMU “ધ વુમન ઑફ ઇન્સ્પિરેશન” નો આ એવોર્ડ કેડમસ ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને હાલાર વેલફેર ટ્રસ્ટના સીઈઓ તથા એજ્યુકેશનાલિસ્ટ, ફિલાન્થ્રોપિસ્ટ અને એન્વાયરમેન્ટાલિસ્ટ એવા એકતા સોઢાને એનાયત કરવામાં આવ્યો હતો. જેઓ આ કાર્યક્રમના કી-નોટ સ્પીકર પણ રહ્યા હતા. આ સ્પીચ દરમ્યાન એમણે જણાવ્યું હતું કે, *”સપનાઓને સાકાર કરવા માટે કોઈ જેન્ડર મહત્વનું નથી એના માટે માત્ર આત્મવિશ્વાસ અને નિશ્ચય મહત્વના છે. વધુમાં એમણે જણાવ્યું હતું કે દરેક સફળતા પાછળ કોઈક વાર્તા હોય છે, મહેનત હોય છે.”*
દ્વિતીય એવાર્ડ “યુથ એક્સેલન્સ એવોર્ડ્સ” જે CVMU ની એ વિદ્યાર્થીનીઓ માટે છે, જેઓએ પોતાના અથાક પરિશ્રમથી કંઈક કરી બતાવ્યું છે. તથા વિવિધ વિભાગમાં પોતાની અલગ ઓળખ ઊભી કરીને અન્ય વિદ્યાર્થીનીઓ માટે પ્રેરણા રૂપ બની છે. આ અવાર્ડ્સ NVPAS કોલેજની વિદ્યાર્થિની દિશાબેન મેહુલરાજ પટેલ અને RNP LAW કોલેજની વિદ્યાર્થિની મુતાંગા રોપાફડ્ઝોને ‘કલ્ચર ડાઈવરસીટી એન્ડ ઇન્ક્લુઝન’ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ILSASS કોલેજની વિધિ જાદવને ‘એડવોકેટ ફોર સોશિયલ ચેન્જ’ , SEMCOM કોલેજની વૈદેહી જયવીરસિંહ ગોહિલને ‘લીડરશીપ’ માટે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. રમત-ગમતમાં પોતાનું આગવું કૌશલ દાખવનાર ADIT કોલેજની ધરતી પટેલ અને SSPCPE કોલેજની વિદ્યાર્થિની તૃષાલી બરૈયાનું પણ સન્માન થયું હતું. બદલાતા સમય સાથે નવી નવી વિચારધારાઓ અને તકનિકોનું પણ આગમન થતું રહે છે. જેને બિરદાવવા માટે MBIT કોલેજની વિદ્યાર્થિની વંશીકા ગુપ્તા તેમજ GCET કોલેજની ગીતેલ પનવરને ‘ઇનોવેશન’ માટે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ‘આર્ટ એન્ડ કલ્ચર’ માં સિધ્ધી હાંસલ કરવા બદલ ARIBAS કોલેજની વિદ્યાર્થિની કૌશાલી ભટ્ટનું પુરસ્કારથી સન્માન થયું હતું.
આ પ્રસંગે CVMU યુનિવર્સિટીના ચેરમેન ભીખુભાઇ પટેલ, જોઇન્ટ સેક્રેટરી મેહુલભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. હિમાંશુ સોની, રજીસ્ટ્રાર ડો.દર્શક દેસાઈ જેવાં યુનિવર્સિટીના હોદ્દેદારોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ CVMU યુનિવર્સિટી “વુમન ડેવલપમેન્ટ સેલના” પ્રેસિડેન્ટ ડૉ.સી.એન. અર્ચના, વાઈસ પ્રેસિડેન્ટ ડૉ. હર્ષાબેન પટેલ અને સેક્રેટરી ડૉ. પ્રીતિ લુહાણા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં યુનિવર્સિટીના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો.