આણંદ:આંકલાવ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચુટણી મા કોગ્રેસ પ્રેરીત પેનલ બીન હરીફ
આંકલાવ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચુટણી મા કોગ્રેસ પ્રેરીત પેનલ બીન હરીફ
આકલાવ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચુટણી યોજાઈ હતી જેમાં કોગ્રેસ પ્રેરીત પેનલમાં થી નવ ઉમેદવારી ફોર્મ ભરાયેલા હતા જેમાં તમામ નવ ઉમેદવારો બીન હરીફ જાહેર થયા હતા. જેની આજરોજ ચેરમેન તથા વાઈસ ચેરમેન ની ચુટણી નાયબ કલેકટર શ્રી બોરસદ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં શ્રી અમિતભાઇ ચાવડા ( ધારાસભ્ય શ્રી અને વિરોધ પક્ષના નેતા ) ના માર્ગ દશન હેઠળ ચેરમેન તરીકે મનુભાઈ પુનમભાઇ પઢિયાર મુજકુવા અને વાઇસ ચેરમેન તરીકે ભીખાભાઈ રામાભાઈ પઢિયાર કહાનવાડી ના નામની દરખાસ્ત રજૂ કરવામાં આવી જેમાં સામે અન્ય કોઈ દરખાસ્ત ન આવતાં જેઓને ચુટણી અધિકારી ધ્વારા બીન હરીફ ચુંટાયેલ જાહેર કરવામાં આવેલા છે
આ સમયે ઉપસ્થિત આકલાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ પઢિયાર, એ. પી. એમ. સી. ચેરમેન શ્રી મનુભાઈ પઢિયાર, ભગવાનસિહ મહીડા, નગીનભાઈ સોલંકી, ફતેહસિંહ સોલંકી, કાભયભાઇ પઢિયાર, મનુભાઈ પઢિયાર કહાનવાડી, જયંતીભાઈ ચૌહાણ, ગણપતભાઇ પરમાર, હઠિસિહ ઠાકોર, સૌ ઉપસ્થિત રહ્યા હતા