આણંદ:આંકલાવની ઉંધી ઝુંબેશ,દિવસો સુધી કચરાના ઢગ હટાવાતા નથી
આંકલાવની ઉંધી ઝુંબેશ,દિવસો સુધી કચરાના ઢગ હટાવાતા નથી
આંકલાવ શહેરમાં સફાઈ પ્રત્યે બિલકુલ દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. શહેરના અનેક સ્થળોએ કચરાના મસમોટા ઢગ ખડકાયા છે પરંતુ સમયસર સફાઈ ન થતા ગંદકી જોવા મળી છે છે તેમ છતાં તેનું સફાઈકામ હાથ ધરવામાં આવતું નથી. જેને લઈ આંકલાવ શહેરના સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે
સ્વચ્છતા અભિયાનમાં માત્ર કાગળ પર જ કાર્યક્રમો ઘડીને નગરપાલિકા દ્વારા સંતોષ માનવામાં આવી રહ્યો છે. સફાઇ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ જોવામાં આવે તેવી સફાઇ થતી નથી. જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે દરબાર વેસ્ટ કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર કેટલાક વિસ્તારમાં નિયમિત કચરાનું કલેકશન પણ કરવામાં આવતું નથી અને સફાઇ થતી ન હોવાની ફરિયાદ ઉઠે છે. પરંતુ આ એજન્સી પર પાલિકાના જ એક અધિકારીની ચાર હાથ હોવાથી કોઇ જ પગલા ભરાતા નથી. દરમિયાન આંકલાવ નગરપાલિકાના બાજુમાં આવેલું વેરાઈ માતાના મંદિર પાસે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
આંકલાવ શહેરમાં ગંદકી અને કચરો નહીં ઉપાડવાને લઈને સ્થાનિકોની અનેક ફરિયાદ સામે આવી છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં કચરાના ઢગલા છે.ડસ્ટબીનમાંથી કચરો ઉપર સુધી ભરાઈને બહાર આવી ગયો છે તેમ છતાં પાલિકા દ્વારા સમયસર સફાઈકામ હાથ ધરાતું નથી. શહેરમાં આવેલ બસ સ્ટેશનની બાજુમાં તેમજ બજારમાં પણ સમય સર સફાઈના અભાવથી લોકોની પરેશાની વધી છે નગરપાલિકા વિસ્તારમાં નિયમિત સફાઈના અભાવે રોગચાળાનો ભય પણ ફેલાયો છે. શહેરમાં ગંદકી અને કચરા ઢગલા દુર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.