આનંદ
આણંદ લોકસભા કોંગ્રેસના પક્ષના ઉમેદવાર શ્રી અમિત ચાવડાનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર
આણંદ લોકસભા કોંગ્રેસના પક્ષના ઉમેદવાર શ્રી અમિત ચાવડાનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર
આણંદ જિલ્લા બ્યુરો ચીફ: મહેશ પઢીયાર
આણંદ લોકસભા વિસ્તારમાં આજરોજ આંકલાવ કેશવપુરા રામબાઈ માતાજી ના મંદિરે દર્શન કરી સૌની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી ચૂંટણી પ્રચાર ના શ્રી ગણેશ કરતા આણંદ લોકસભા ના ઉમેદવાર શ્રી અમિતભાઈ ચાવડાને નવાખલ ગામમાં બગી ધ્વારા વરઘોડા સાથે નવાખલ, જીલોડ, બીલપાડ તથા નારપુર ગામમાં ભવ્ય બાઈક રેલી ધ્વારા સ્વાગત કરવામા આવ્યુ,તથા દેવાપુરા, ચમારા, મોટી સંખ્યાડ, નાની સંખ્યાડ, ખડોલ, ઉમેટા, માનપુરા, હઠીપુરા, આસરમાં, લાલપુરા, કોસિન્દ્રા, જોષીકુવા વિગેરે ગામોમાં ગામલોકોએ સ્વયંભૂ ઉમટીને ઢોલ, નગારા, બગી, તથા દારૂખાનું ફોડી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું સૌ ગ્રામજનોનો એક જ શુર કે અમિત ચાવડાને જંગી મતો થી વિજયી બનાવવીએ.