કોગ્રેસના ઉમેદવાર શ્રી અમિત ચાવડાનો ખંભાત તાલુકામાં ગામે ગામ માં ચૂંટણી પ્રચાર
કોગ્રેસના ઉમેદવાર શ્રી અમિત ચાવડાનો ખંભાત તાલુકામાં ગામે ગામ માં ચૂંટણી પ્રચાર
આણંદ જિલ્લા બીરો ચીફ : મહેશ પઢીયાર
આણંદ લોકસભા વિસ્તારમાં આજરોજ ખંભાત તાલુકાના જલુધ ગામમાં ભાથીજી મહારાજ અને જોગણીઓ માતાજીના મંદિરે દર્શન કરી સૌની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી આણંદ લોકસભા ના ઉમેદવાર શ્રી અમિતભાઇ ચાવડાની જલુધ સભા યોજાઇ ત્યાર પછીના પીપળોઇ , ઇસ્લામપુરા, વાડોલા, ભુવેલ, નારણપુરા, ખટનાલ, જીતપુરા, વત્રા, જહાંગીરપુરા, બાજીપુરા, કનકપુરા, ડાલી, ખડોધી, હરીપુરા, રાવપુરા, આબેખડા, અને છેલ્લે ધુવારણ જંગીમેદની સાથે વરઘોડામાં લોકો જોડાયા દરેક ગામોમાં ગામલોકોએ સ્વયંભૂ ઉમટીને ઢોલ, નગારા,દારૂખાનું ફોડી ઉમળકાભેર નાની બાળાઓ ધ્વારા સ્વાગત કરવામાં આવ્યું તમામ ગામમાં સૌ ગ્રામજનો એ અમિત ચાવડાને જંગી મતો થી વિજયી બનાવવીએ તેવો નિરધાર વ્યકત કર્યો હતો
આ પ્રસંગે બોરસદ ના પૂ. ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિહ પરમાર તથા પૂ. જીલ્લા કોંગ્રેસનાં પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર, નવીનભાઈ સોલંકી ઉદેલ, દાનુભા ગોહીલ, સાવજસિહ, ખુશમાનભાઇ પટેલ, જયંતીભાઈ પટેલ, શહેર કોગ્રેસ પ્રમુખ રાકેશભાઈ રાણા, પ્રવિણસિહ સિંધા ધુવારણ સાથે નવયુવાનો , આગેવાનો વડીલો, બહેનો ખુબ મોટી સંખ્યામાં સાથે જોડાયેલા હતા.