જેલમાં બોર્ડની પરીક્ષા આપનાર કેદીઓ કોપી કેસ કરતા ઝડપાયા, અમદાવાદમાં કોપી કેસના 16 બનાવ
તાજેતરમાં પૂર્ણ થયેલી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષામાં વર્ગખંડોના CCTV તપાસવાની કામગીરી શરૂ કરાઇ હતી. અમદાવાદ શહેરની શાળાઓના સીસીટીવી તપાસતા 16 કોપીકેસના બનાવો સામે આવ્યા છે. વર્ગખંડ નિરીક્ષકનું ધ્યાન ના હોય ત્યારે વિદ્યાર્થીઓ પૂરવણી બદલતા, કાપલી કરતા કે એક બીજામાંથી જોતા હોવાનું સીસીટીવીમાં ધ્યાને આવ્યું છે. આ ઉપરાંત સેન્ટ્રલ જેલમાં પરીક્ષા આપતા 4 કેદી પણ કોપી કરતા ઝડપાયા છે
તાજેતરમાં પૂર્ણ થયેલી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષામાં વર્ગખંડોના CCTV તપાસવાની કામગીરી શરૂ કરાઇ હતી. અમદાવાદ શહેરની શાળાઓના સીસીટીવી તપાસતા 16 કોપીકેસના બનાવો સામે આવ્યા છે. વર્ગખંડ નિરીક્ષકનું ધ્યાન ના હોય ત્યારે વિદ્યાર્થીઓ પૂરવણી બદલતા, કાપલી કરતા કે એક બીજામાંથી જોતા હોવાનું સીસીટીવીમાં ધ્યાને આવ્યું છે. આ ઉપરાંત સેન્ટ્રલ જેલમાં પરીક્ષા આપતા 4 કેદી પણ કોપી કરતા ઝડપાયા છે.
કોપીકેસના 16 બનાવો સામે આવ્યા
બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ DEO કક્ષાએથી દરેક વર્ગના સીસીટીવી તપાસવામાં આવ્યા છે. તપાસમાં જે વિદ્યાર્થીઓની હલનચલન શંકાસ્પદ દેખાય તેમને ફરીથી ચેક કરવામાં આવતા હતા.વિદ્યાર્થીઓ એકબીજામાંથી જોઈને લખતા હોય, કાપલી, મોબાઈલ લાવ્યા હોય તેમની ઓળખ કરવામાં આવી હતી. આ તમામની ઓળખ કરી DEO કચેરી સીડી મોકલવામાં આવી હતી. જેનું જિલ્લા શિક્ષણ અધિકારી કક્ષાએથી હિયરિંગ કર્યા બાદ કોપીકેસના 16 બનાવો સામે આવ્યા છે.
16 માર્ચથી વર્ગખંડના CCTV તપાસ શરુ
બોર્ડની પરીક્ષામાં અમદાવાદમાં પાંચ વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાયા બાદ તેમની સામે કોપી કેસ કરાયા હતા. 16 માર્ચથી વર્ગખંડના CCTV તપાસવાની શરૂઆત કરાઈ હતી.જેમાં અમદાવાદ શહેર DEO હેઠળ આવતી શાળાઓમાં ગેરરીતિ કરતા 16 બનાવો CCTVમાં સામે આવ્યા છે. કુલ 21 પૈકી ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ, 12 સાયન્સના 6 અને સામાન્ય પ્રવાહના 5 વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાયા છે. વિદ્યાર્થીઓ એક બીજાને પુરવણી આપતા, કાપલી લઈને બેઠા હોય, કપડા પર લખાણ લઈને આવ્યા હોય અને આજુબાજુમાં જોઈને લખતા હોવાનું CCTVમાં ધ્યાને આવ્યું છે.