સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા ” માં બાપ” વિહોણી સર્વ સમાજની દીકરીઓના સમૂહ લગ્નોત્સવ ફકત ૧/- રૂપિયામાં યોજાશે
કન્યાદાન મહાદાનના ઉદ્દેશ્ય સાથે ૩૩ દિકરીઓના સમૂહ લગ્ન યોજાશે.
સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા કન્યાદાન મહાદાનના ઉદ્દેશ્ય સાથે માતા-પિતા વિહોણી દીકરીઓ તેમજ જરૂરીયાતમંદ દીકરીઓ નો 28 એપ્રિલ 2024 રવિવારના દિવસે સમુહલગ્ન મહોત્સવ યોજવામાં આવશે. આ સમૂહ લગ્નમાં ૧૮ એ વરણ ની દીકરીઓ (સર્વ સમાજ) ની દીકરીઓ આ સેવાનો લાભ લેશે, જેના ભાગરૂપે રાધા કૃષ્ણ પાર્ક દહેમી ખાતે તે સમુહલગ્નમાં જોડાવનારા યુવક યુવતીઓ તેમજ તેમના વાલીઓની મીટિંગ રાખવામાં આવી હતી. તેમજ તે સાથે યુવક-યુવતીઓને સમુહલગ્નની અનુરૂપ આગળ નું આયોજન તથા દીકરા દીકરીઓ ના ધામ – ધૂમ લગ્ન થાય તે હેતુ થી ટીમ દ્વારા અનેક ચર્ચા વિચારનાઓ કરવામાં આવી હતી,
જે અંગે સ્પર્શ ફાઉન્ડેશન ના કાર્યકર્તાઓ દ્વારા જણાવ્યુ હતુ કે, છેલ્લા ૩ વર્ષથી જરૂરીયાતમંદ દિકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે ૩૩દિકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ છે. આ દિકરીઓને કરીયાવરમાં ૫૧થી વધુ ચીજ-વસ્તુઓ આપવામાં આવે છે. જેમાં તેઓને ચાંદીનુ મંગળસૂત્ર, ઘરવખરનો સામાન, વાસન, પલંગ, તિજોરી સહિતની વસ્તુઓ આપવામાં આવે છે. જેઓને લગ્ન પછી કામમાં આવી શકે. સમગ્ર આયોજન અમારી સંસ્થાના ૧૫૦ થી વધુ સભ્યો દ્વારા મળીને સમગ્ર આયોજન ઉત્સાહભેર કરવામા આવે છે.ચરોતર પંથકમાં સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા હર હમેશ સેવાકીય પ્રવૃત્તિઓ માં અગ્રેસર હોઈ છે…