Crime: દહેજના દાનવે વધુ એક પરિણીતાનો ભોગ લીધો, લગ્નના 45 દિવસમાં જ પરિણીતાનો આપઘાત
ગુજરાતમાં અને સમગ્ર દેશમાં પોલીસ એટલે કે જે લોકોની મદદ કરે, સેવા કરે અને લોકો જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં મદદ કરે,પરંતુ આ પોલીસ કોઈ માટે મુશ્કેલી બની જાય તો.. એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પોલીસ કર્મચારીના પત્નીએ તેના પતિને કારણે લગ્નના ફક્ત 45 દિવસમાં જ આપઘાત કરવો પડ્યો
ગુજરાતમાં અને સમગ્ર દેશમાં પોલીસ એટલે કે જે લોકોની મદદ કરે, સેવા કરે અને લોકો જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં મદદ કરે,પરંતુ આ પોલીસ કોઈ માટે મુશ્કેલી બની જાય તો.. એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પોલીસ કર્મચારીના પત્નીએ તેના પતિને કારણે લગ્નના ફક્ત 45 દિવસમાં જ આપઘાત કરવો પડ્યો. જોકે ફરિયાદને આધારે આ પોલીસકર્મીની ધરપકડ કરી લેવામાં આવી છે
આમ તો જ્યારે લગ્ન બાદ સાસરીયા તરફથી પત્ની પાસે કે તેના પરિવાર પાસે દહેજની માગણી કરવામાં આવતી હોય છે, ત્યારે પત્ની અને તેનો પરિવાર પોલીસ મથક પહોંચી પોતાની ફરિયાદ નોંધાવતો હોય છે અને પોતાની પાસે દહેજની માગણી કર્યાની રજૂઆત પોલીસને કરતો હોય છે. જો કે એક પોલીસ કર્મચારી જ તેમની પત્નીને દહેજની માગણી કરીને ત્રાસ આપતો હોય ત્યારે એ વ્યક્તિએ ક્યાં જવુ એ એક સવાલ છે
અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. દહેજના દાનવે વધુ એક પરણિતાનો જીવ લીધો છે. અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ પતિના ત્રાસથી આત્મહત્યા કરી છે. કૃષ્ણનગર પોલીસે જીતેન્દ્ર ચૌધરી નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. તે પોલીસ હેડક્વાટર ખાતે ફરજ બજાવે છે. પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્ર ચૌધરી છેલ્લા 8 વર્ષથી પોલીસ વિભાગમાં કાર્યરત છે.