આણંદ :આંકલાવ તાલુકાના ઉમેટા ગામેં સમગ્ર ક્ષત્રિય સમાજ એ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ આંકલાવ મામલદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.
આંકલાવ તાલુકાના ઉમેટા ગામેં સમગ્ર ક્ષત્રિય સમાજ એ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ આંકલાવ મામલદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.
આણંદ બ્યુરો ચીફ: મહેશભાઇ પઢીયાર (મૂજકૂવા )
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ કરેલી વિવાદિત ટિપ્પણીનો વિરોધ આણંદ જિલ્લામાં વધતો જાય છે. સોજિત્રા અને ઉમરેઠ, ખંભાત, બોરસદ,બાદ વિરોધની જવાળા હવે આંકલાવ તાલુકા ઉમેટા ગામેં સુધી ફેલાઈ છે. જ્યાં સૂત્રોચ્ચાર કરતી રેલી કાઢી આંકલાવ મામલતદાર ને આવેદનપત્ર આપી પરષોત્તમ રૂપાલા સામે ત્વરિત પગલાં ભરવાની માંગ કરી હતી.
આંકલાવ ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા ગંગાબા પાર્ક પાસેથી રેલી કાઢવામાં આવી હતી. રૂપાલાના પોસ્ટર સાથે નીકળેલી રેલીમાં સમાજના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. જય ભવાની, હમારા એક હી નારા હૈ, રૂપાલા કો હટાના હૈ ના નારા સાથે આ રેલી તાલુકા મામલતદાર કચેરી પહોંચી હતી, અને આવેદનપત્ર આપી રૂપાલાના વિરોધમાં રજૂઆત કરી હતી.
આંકલાવમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની વિવાદિત ટિપ્પણીનો વિરોધ કરવામાં આવ્યો હતો નગરના રાજપૂત સમાજની વાડીખાતે આજે ક્ષત્રિય સમાજ એકતા મંચની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ જય ભવાની, રદ કરો ભાઈ રદ કરો રૂપાલાને રદ કરોના નારા સાથે રેલી કાઢવામાં આવી હતી. મામલતદાર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટને રદ કરવાની ઉગ્ર માંગ કરી હતી. આમ, આણંદ જિલ્લાના વિવિધ તાલુકા અને ગામોમાં હવે રૂપાલા સામેનો વિરોધ ઉગ્ર બનવા લાગ્યો છે.