Anand: બોરસદ તાલુકાના અલારસા ગામ નજીક રહેઠાણ વિસ્તારમાં ઘમઘમી રહેલ સ્ટોપ બ્રિક્સ ઇંટ ભઠ્ઠા ઉપર કયા અધિકારીઓના આશીર્વાદ તપાસનો વિષય
અલારસા ગામ નજીક ધમધમી રહેલ સ્ટોપ બ્રિક્સ ઇંટ ભઠ્ઠો સીલ થશે કે પછી ઉત્પાદન કરવા માટે કોલસી સળગાવી પ્રદૂષણ ફેલાવવામાં સફળ રહેશે ચર્ચા નો વિષય
પ્રાપ્ત માહિતી અનુસાર મળતી વિગતો મુજબ બોરસદ તાલુકાના અલારસા ગામ નજીક પર પ્રાપ્તિ ઇંટ ભઠ્ઠા ના માલિક દ્વારા ઇંટો નુ ઉત્પાદન કરવા માટે ફિક્સ ચીમની ઊભી કરી કોલસી સળગાવી પ્રદૂષણ ફેલાવી અલારસા ગામમાં રહેઠાણ વિસ્તારના નાગરિકોના આરોગ્ય સાથે ચેનચાળા થઈ રહ્યા હોય તેમ જણાય છે ગામ નજીક જાગૃત નાગરિકો દ્વારા ચર્ચાનો વિષય શું ગામ નજીક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા ઇંટ ઉત્પાદન કરી પ્રદૂષણ ફેલાવવાની પરમિશન આપવામાં આવેલી છે કે પછી ઇંટ ભઠ્ઠા ના માલિક દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓના ખીચા ગરમ કરી તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચૂપ કરી પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે શું ગાંધીનગર સેક્ટર નંબર 10 ના અધિકારીઓ અલારસા ગામ નજીક રહેઠાણ વિસ્તારમાં તાત્કાલિક સ્થળ તપાસ કરે તો સ્ટોપ બ્રિક્સ ભઠ્ઠા ના માલિકના સુપડા સાફ થાય તેમાં નવાઈની વાત નથી