આણંદના બોરીયાવી ચેકપોસ્ટ ખાતેથી દેશી પિસ્તોલ સાથે 2 શખ્સ ઝડપાયા
આણંદ : આણંદ એલસીબી પોલીસે આજે બપોરના સુમારે આણંદ તાલુકાની બોરીયાવી ચેકપોસ્ટ ખાતેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા .પોલીસે ત્રણ જીવતા કારતુસ એક પિસ્તોલ તથા એક ટુવિલર મળી કુલ રૂપિયા એક લાખ ઉપરાંતનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. પિસ્ટલ જેના પાસેથી લીધી હતી તેના સામે પણ ગુનો નોંધીને તેની શોધખોળ પોલીસે હાથ ધરી છે.
આણંદ એલસીબી પોલીસની ટીમ આજે પેટ્રોલિંગમાં નીકળી હતી .દરમિયાન આણંદ તાલુકાના વઘાસી ગામે રહેતો શિવમ શિવો ગાડે તથા તેનો સાગરીત પંકજકુમાર ખુમાનસિંહ પરમાર ગેરકાયદેસર હથિયાર રાખે છે .અને હથિયાર સાથે ચબૌપચ લઈને ગણતરી તરફથી બોરીયાવી ચેકપોસ્ટ થઈ આણંદ તરફ આવનાર હોવાની બાતમી પોલીસને મળી હતી.
જેના આધારે આણંદ એલસીબી પોલીસની ટીમ આણંદ નડિયાદ રોડ પર આવેલ બોરીયાવી ચેકપોસ્ટ ખાતે ગુપ્ત વચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમિયાન બાતમીદારના વર્ણન મુજબનો શખ્સ કણજરી તરફથી એક્ટિવા પર સવાર થઈ આવી ચઢતા વોચમાં ઉભેલ પોલીસે તેઓને કોર્ડન કરીને રોકી લીધા હતા .
એકટીવા પર સવાર બંને શખ્સોને ઝડપી પાડી તેઓના નામ ઠામ અંગે પૂછતા તે પંકજકુમાર ઉર્ફે પાકો ખુમાનસિંહ પરમાર રહે આકાશ એવન્યુ ચાવડાપુરા આણંદ તથા પાછળ બેઠેલ શખ્સ શિવમ ઉર્ફે સીવો પપ્પુભાઈ ગાડે રહે ગોકુલધામ સોસાયટી, આણંદ હોવાનું જણાવ્યું હતું. પોલીસે શિવમ ઉર્ફે શિવાની અંગ જડતી લેતા કમરના ભાગેથી એક દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી. સાથે સાથે પોલીસને તેની પાસેથી ત્રણ જીવતા કારતુસ પણ મળી આવ્યા હતા. જ્યારે પંકજ પરમારની અંગજડતી માંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો.પોલીસે પિસ્ટલ અને જીવતા કારતુસ મોબાઈલ ફોન તથા એકટીવા જપ્ત કરી હતી. કારતુસ બાબતે શિવમ ઉર્ફે શિવાની વધુ પૂછપરછ કરતા આ પિસ્ટલ પંકજ પરમારે આણંદ શહેરના સોપુ રોડ પર આવેલ ફાતિમાં મસ્જિદ પાછળ રોયલ પ્લાઝા ખાતે રહેતા અને મિનરવા ખાતે પાણીપુરીનો ધંધો કરતા અજય ઉર્ફેક કરૂ રાધા ક્રિષ્ના ભાઈ કુશવાહા પાસેથી બે વર્ષ પહેલા લીધી હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે પિસ્તોલ આપનાર અજયની શોધખોળ હાથ ધરી છે.