રાજકોટ

ચકચારભર્યો કિસ્સો, પતિ-સાસુ-સસરાએ પુત્રવધૂના અંતરંગ દૃશ્યો વાયરલ કર્યા, ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ

Gujarat High Court: રાજકોટમાં પુત્ર અને પુત્રવધૂના બેડરૂમના સેક્સના અંતરંગ દ્રશ્યો રેકોર્ડ કરી પૈસા કમાવવા માટે પોર્ન વેબસાઈટ પર અપલોડ કરવાના ચકચારભર્યા કેસમાં આરોપી સાસુ-સસરા અને પતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરાયેલી કન્સેન્ટ કવોશીંગ પિટિશન (પક્ષકારો વચ્ચે સમાધાન થઈ ગયું ગયું હોવાથી ફરિયાદ રદ કરવા માટેની અરજી) જસ્ટિસ હસમુખ ડી.સુથારે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી.

જસ્ટિસે ત્રણેય આરોપીઓની ફરિયાદ રદ કરવાનો ઈન્કાર કરી દીધો

સામાન્ય સંજોગોમાં કન્સેન્ટ કવોશીંગમાં હાઈકોર્ટ પક્ષકારો વચ્ચે સંમંતિપૂર્વકનું સમાધાન થઈ ગયુ હોય તો ફરિયાદ રદબાતલ ઠરાવતી હોય છે પરંતુ પ્રસ્તુત કેસ સમાજ અને સંસ્કૃતિને વિપરીત અસર કરતો સામાજિક-આર્થિક ગુનો હોવાથી જસ્ટિસ હસમુખ ડી. સુથારે ત્રણેય આરોપીઓની ફરિયાદ રદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો અને તેમની કન્સેન્ટ કવોશીંગ પિટિશન ફગાવી દીધી હતી. હાઈકોર્ટે આરોપીઓના ગુનાહિત કૃત્યને પીડિતા (સ્ત્રી)ના જીવનના મૂળ, સ્વતંત્રતા અને ગરિમાને હચમચાવની નાંખનારુ ગણાવ્યું હતું. વધુમાં હાઈકોર્ટે આ કેસનો ખટલો (ટ્રાયલ) પણ ઝડપથી ચલાવી પૂર્ણ કરવા ટ્રાયલ કોર્ટને હુકમ કર્યો હતો. હાઈકોર્ટે કેસનો ટ્રાયલ તેના ગુણદોષ પર નિર્ણિત કરવા પણ ટ્રાયલ કોર્ટને તાકીદ કરી હતી.

સરકારી વકીલે આરોપીઓની પિટિશનનો વિરોધ કર્યો

રાજકોટમાં પુત્ર અને પુત્રવધૂના બેડરૂમના અતરંગ દ્રશ્યો રેકોર્ડ કરી પૈસા કમાવવા માટે પોર્ન વેબસાઈટ પર અપલોડ કરવાના અને જુદા જુદા વોટ્સ અપ ગ્રુપ વાઈરલ કરવાના ચકચારભર્યા કેસમાં આરોપી પતિ, સાસુ અને સસરા દ્વારા કરાયેલી વોશીંગ પિટિશનમાં એવો બચાવ રજૂ કરાયો કે, આ સમગ્ર કેસ કૌટુંબિક મામેલાનો હોઈ પક્ષકારો વચ્ચે હવે સમાધાન થઈ ગયુ છે અને તેથી ફરિયાદ કે તેને આનુષંગિક કોર્ટ કાર્યવાહી ચાલુ રાખીને કોઈ અર્થ નથી. બીજીબાજુ, ફરિયાદી પત્ની તરફથી પણ સમાધાનને સહમતિ આપતું સોગંદનામું રજૂ કરાયું હતું. જો કે, રાજ્ય સરકાર તરફથી અધિક  સરકારી વકીલ મનન મહેતાએ આરોપીઓની કવોશીંગ પિટિશનનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, આરોપીઓ વિરૂધ્ધનો ગુને ઘણો ગંભીર અને 1 આરોપો અતિ સંવેદનશીલ છે. ખાસ કરીને આરોપીઓ એક સમાજ વિરોધી ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા છે, જે માફીપાત્ર નથી. આ કેસમાં તપાસ પૂરી થઈ ગઈ છે અને ચાર્જશીટ પણ ફાઇલ થઇ ગયું છે. તપાસમાં આરોપીઓ વિરૂધ્ધ બહુ મજબૂત અને નક્કર પુરાવા પ્રાપ્ત થયા છે ત્યારે આરોપીઓની કવોશીંગ પિટિશન ભલે સમાધાન થઇ ગયુ હોય તો પણ રદ કરી શકાય નહી.

સ્ત્રીઓ વિરૂધ્ધના કાયદાઓની અસરકારક અમલવારી જરૂરી

જસ્ટિસ હસમુખ ડી. સુથારે પોતાના ચુકાદામાં ગંભીર અવલોકન કરતાં જણાવ્યું હતું કે, આરોપી પતિ અને સસરાએ માત્ર પોતાના અંગત સ્વાર્થ અને લાભ માટે પૈસા કમાવવાના હેતુથી પીડિતા (પુત્રવધૂ)ની પવિત્રતાનું જાતીય શોષણ કરે નગ્ન ફોટા અને પોર્ન વીડિયા બનાવ્યા હતા. આરોપીઓની ગુનાહિતતાના કારણે પીડિતાની ગરિમાનું હનન થયું છે. આરોપીઓની આ વાતની ખબર હતી છતાંય તેમણે આવું કૃત્ય કર્યું છે. પ્રસ્તુત કેસમાં ઈપીકો કલમની સાથે ઈન્ફર્મેશનું ટેકનોલોજી એકટની કલમ-66(ઈ) 67(એ) હેઠળનો ગંભીર ગુન પણ બને છે. ખાસ કરીને મહિલા વિરૂધ્ધ જે બિન સમાધાનપાત્ર છે. આઈટી એકટની કલમ-77એ હેઠળના આવા ગુનાઓ કે જે દેશમાં સામાજિક-આર્થિક સ્થિતિને અસર કરે છે તેવા ગુનામાં અદાલતે સમાધાન ગ્રાહ્ય રાખવું જોઈએ નહી.

ભારતીય સંસ્કૃતિ અને સમાજમાં સ્ત્રીનો આદર સન્માન : હાઈકોર્ટ

હાઇકોર્ટે વધુમાં જણાવ્યું કે, આરોપીઓનું ગુનાહિત કૃત્ય સ્ત્રીના સન્માનને આઘાત સ્વાઘાત પહોંચાડનારું છે. ભારતીય સંસ્કૃતિ અને સમાજમાં સ્ત્રીનો આદર સન્માન હોય છે. સ્ત્રીની ગરિમાનું હનન કરતું કોઈપણ કૃત્ય એ માત્ર ગંભીર જ નથી પરંતુ નૈતિક રીતે પણ ખોટું છે. આજના સમયમાં મહિલાની સુરક્ષા અને સલામતિનું પ્રશ્નો અને મહિલાઓ વિરૂધ્ધના સેક્સ્યુઅલ ગુનાઓ ઘણા નોંધાઈ રહ્યા છે. ભારત સરકારે પણ બળાત્કાર, જાતીય સતામણી સહિતના ગુનાઓ વિરૂધ્ધ મજબૂત કાયદા બનાવ્યા છે. જે કે, આ કાયદાઓની અસરકારક અમલવારી થાય તે ખૂબ જરૂરી છે. પ્રસ્તુત કેસમાં આરોપી પતિ, સસરા અને સાસુએ પોતાની પત્ની અને પુત્રવધૂ સાથે ખૂબ જ ગંદુ વર્તન કર્યું છે. આરોપીઓ વિરૂધ્ધનો ગુને સમાજ અને સંસ્કૃતિને વિપરીત અસર કરનારો સામાજિક-આર્થિક ગુનો છે. સભ્ય સમાજમાં ગૃહલક્ષ્મી તરીકે સન્માનિત થતી પુત્રવધૂનું રક્ષણ કરવાની નૈતિક જવાબદારી અંદા કરવામાં આરોપી પતિ, સાસુ અને સસરા નિષ્ફળ રહ્યા છે.

 

આરોપી સાસુ પુત્રવધૂને સસરા સાથે સંબંધ માટે દબાણ કરતી

રાજય સરકાર તરફથી હાઈકોર્ટનું ચોંકાવનારી હકીકતો પરત્વે ધ્યાન દોર્યું હતું કે, સમગ્ર કેસમાં આરોપી સાસુની પણ સક્રિય ભૂમિકા સામે આવી છે. અરજદાર તેના પતિ સાથે મળીખુદ ખુદ પોતાના જ પુત્ર અને પુત્રવધુ વચ્ચેના શારીરિક સંબંધના દ્રશ્યોને કંડારવામાં મોટો ભાગ ભજવ્યો છે. એટલે સુધી કે, અરજદાર તેની પુત્રવધુને તેના સસરા સાથે શારીરિક સંબંધ બાંધવા ભારે દબાણ અને ઉશ્કેરણી કરતી હતી.

અગાઉ આરોપી સાસુની જામીન અરજી પણ હાઈકોર્ટે ફગાવી હતી

અગાઉ ચકચારભર્યા એવા આ કેસમાં આરોપી સાસુની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી અને સાસુ એક મહિલા હોવા છતાં જસ્ટિસ દિવ્યેશ એસ. જોષીએ તેને જામીને આપવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો. સાસુની જામીન અરજી ફગાવતાં ચુકાદમાં પણ હાઈકોર્ટે આ કેસને લઈ ઘણા ગંભીર અવલોકન કર્યા હતા.

રાજયભરમાં ખળભળાટ મચાવનાર કેસ શું હતો…

રાજકોટમાં એક સાસુ-સસરા તેના પુત્ર અને પુત્રવધૂને તેમની વચ્ચેના બેડરૂમના સેક્સના દ્રશ્યો, નગ્ન વીડિયો અને ફોટો રેકોર્ડ કરવા દબાણ કરી ફરજ પાડતા હતા. ખુદ પોતાના પુત્ર અને પુત્રવધૂના આવા નગ્ન વીડિયો તેઓ પોર્ન વેબસાઈટ પર અપલોડ કરી પૈસા કમાતા હતા. ફરિયાદી પુત્રવધૂએ તેની સાસુનું ધ્યાન પણ દોર્યું હતું કે, તેના સસરાએ તેના પતિને ફોન પર તેમના અંત દ્રશ્યો રેકોર્ડ કરવા એને પૈસા કમાવવા માટે પોર્ન વેબસાઈટ પર અપલોડ કરવા માટે ઉશ્કેર્યા હતા. તેની સાસુને વાત કરવા છતાં ઉલ્ટાના તેની સાસુ પણ ઉલ્ટાનું સસરા અને પતિના ગુનાહિત કૃત્યમાં જોડાઈ તેને સાથ આપતા હતા અને તેમની અંતરંગ પળો કેમેરામાં રેકોર્ડ કરવા દબાણ કરતા હતા. આ સમગ્ર મામલે પુત્રવધૂએ રાજકોટ સાયબર ક્રાઈમમાં સાસુ-સસુર અને પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પુત્રવધૂએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, તેના સાસુ સસરાના દબાણ અને ઉશ્કેરણીથી તેના પતિ તેની સાથે સેક્સ વખતે અકુદરતી વસ્તુઓ પણ કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button