Anand: મુજકુવા પ્રાથમિક શાળામાં 110 વિધાર્થીનીઓને મફત ચોપડા વિતરણ કરાયું
શ્રી હોસ્પિટલના ડૉ. સંદીપભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની ડૉ. પૂનમબેન પટેલ તરફથી તેમજ શ્રી ક્ષત્રિય રાજપુત પઢિયાર પરિહાર પ્રતિહાર વિકાસ ટ્રસ્ટ ના સહયોગથી વિધાર્થીનીઓને મફત ચોપડા વિતરણ કરાયું
આંકલાવ તાલુકાના મુજકુવા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિન નિમત્તે શ્રી હોસ્પિટલના ડો.સંદીપભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની ડૉ. પૂનમબેન પટેલ તરફથી તેમજ શ્રી ક્ષત્રિય રાજપુત પઢિયાર પરિહાર પ્રતિહાર વિકાસ ટ્રસ્ટ ના સહયોગથી વિદ્યાર્થીનીઓને મફત ચોપડા વિતરણ કરાયું જેમાં 110 વિદ્યાર્થીનીઓને આનો લાભ મળ્યો હતો.
મુજકુવા પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા ડો.સંદીપભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું
આ કાર્યક્રમમાં મુજકુવા પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા ડો.સંદીપભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની ડૉ. પૂનમબેન પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડો.સંદીપભાઈ પટેલએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કેતમામ વિદ્યાર્થીઓને જીવનમાં વધુમાં વધુ શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ દરેક વ્યક્તિની સાચી મૂડી શિક્ષણ જ છે, જે સમાજના વિકાસ માટે અત્યંત જરૂરી છે.અને તેમાંય આજના આધુનિક યુગમાં મહિલાઓએ ખાસ શિક્ષણ મેળવવું જોઈએ.