આનંદ
Anand: એમએસ હાઇસ્કુલ આકલાવમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024: ભવ્ય ઉજવણી!
એમએસ હાઇસ્કુલ આકલાવમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024: ભવ્ય ઉજવણી!
તારીખ 28 જૂન, 2024ના રોજ એમએસ હાઇસ્કુલ આકલાવમાં “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024” ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો. આ મહત્વપૂર્ણ પ્રસંગે માનનીય નાયબ કલેકટરશ્રી (સ્ટેમ્પ ડયુટી આણંદ )કુ. હેતલબેન ભાલીયા મેડમ મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા.
આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા જેમાં ગીતો, નૃત્યો અને નાટકોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમો શિક્ષણ, ખાસ કરીને કન્યા કેળવણીનું મહત્વ દર્શાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માઇનોરિટી એજ્યુકેશન ટ્રસ્ટ ના સેક્રેટરી અને સભ્યો તથા મોલે સલામ ગરાસીયા સમાજના પ્રમુખ તથા સભ્યો.શહેરના આગેવાનો અને વાલીઓ હાજર રહ્યા હતા….