Anand :આણંદ જિલ્લામાં રેતી ભરી ખુલ્લા દોડતાં ઓવરલોડ વાહનો બેલગામ
ખાડા ટેકરા વાળા માર્ગે કે બમ્પ હોય વાહનમાંથી પડતી રેતી અન્ય નાના વાહન ચાલકો માટે જોખમી
આણંદ ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ ખુલ્લા વાહનમાં રેતીની હેર ફેર વધી છે. તેમાંથી રોડ પર પડતી રેતી અનેક જગ્યાએ દ્વી ચક્રી વાહન ચાલકો માટે જોખમી બની રહી છે. આ અંગે તંત્રને રજૂઆત કરવામાં આવે તેવી સ્થિતિમાં અરજદાર અને રેતીની હેરાફેરી કરતા વાહન ચાલકો ને ભીડવવા ની ફૂટ નીતિ અપનાવી રહ્યું હોવાનું ચર્ચાય રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહી નદીના પટમાંથી દરરોજ સવાર સાંજ રેતી ઉલેચવામાં આવી રહી છે. જેના પગલે નદીમાં ખાડા પડી જતાં લોકો માટે જાનલેવા બની ગઇ છે. તંત્ર દ્વારા આ કાર્યવાહી પર અંકુશ રાખવો જરૂરી છે પણ તેના બદલે નદી માં નાહવા પર પ્રતિબંધ લગાવી ને સંતોષ માનવા માં આવ્યો છે. આણંદ જકાત નાકા પાસે રોડ પર પડેલી રેતી ને કારણે બે બાઈક ચાલક સ્લીપ ખાઈ જતાં ગઇ કાલ વહેલી સવારે ઈજા ગ્રસ્ત થયા હતા.જિલ્લાના નાના મોટા રોડનું એક તરફ સમારકામ કરવામાં આળસ દાખવવામાં આવી રહી છે. બિસ્માર હાલતમાં ફેરવાય ગયેલ માર્ગો પર ઓવર લોડ રેતી ભરીને વહન કરતા વાહનો સામે કાર્યવાહી કરવા માં ઉપેક્ષા કરવામાં આવતાં તે અન્ય વાહન ચાલકો માટે અકસ્માતનું નિમિત્ત બની રહી છે.
આણંદ શહેરના કેટલાક વિસ્તારોમાંથી પસાર થતા વાહન અંગે ખાણ ખનીજ વિભાગ ને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ઓવર લોડ રેતી ભરીને પસાર થતા વાહન સામે કાર્યવાહી કરવા ને બદલે અરજદાર ના નામ સાથે રેતી માફિયા ઓને માહિત ગાર કરવામાં આવતા હોવાની ફરીયાદો ઉઠવા પામી છે.
તાજેતરમાં વહેરા ખાડીના સરપંચ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને કચેરીમાંથી વાયરલ કરવામાં આવી હોવાનો ગણગણાટ ઉઠવા પામ્યો હતો જેમાં અધિકારી દ્વારા સમગ્ર પ્રકરણ માં જવાબદારો સામે કાર્યવાહી કરવાની હૈયા ધારણા આપી હતી જોકે સમગ્ર ઘટના માં ભીનું સંકેલવા માં આવ્યું હોવાનું ચર્ચાય રહ્યું છે.