આનંદ

Anand: બોરસદમાં ચૂંટણી તંત્રની ઘોર બેદરકારી, કચરાના ઢગલામાંથી મળ્યા EVM મશીન,

આણંદ જિલ્લાના બોરસદ ગામે ચૂંટણી તંત્રને ઘોર બેદરકારી સામે આવી રહી છે. 2018ની ગ્રામપંચાયત પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલ EVM મશીન હાલ કચરામાં પડેલા જોવા મળી રહ્યા છે.

આણંદના બોરસદમાં ચૂંટણી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના જૂના શાક માર્કેટ પાછળ કચરાના ઢગમાં EVM યુનિટ મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ આ EVM વર્ષ 2018ની ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયા હતા. ત્યારે તેના ઉપયોગ બાદ હવે આ EVMના બે બેલેટ યુનિટ કચરામાં પડેલા જોવા મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

કચરાના ઢગલામાં મળ્યા EVM

આણંદ જિલ્લાના બોરસદ ગામે ચૂંટણી તંત્રને ઘોર બેદરકારી સામે આવી રહી છે. 2018ની ગ્રામપંચાયત પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલ EVM મશીન હાલ કચરામાં પડેલા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અમિયાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ EVMનો ઉપયોગ થયો હતો. ત્યારે હવે EVMના બે બેલેટ યુનિટ કચરામાંથી મળતાં સવાલો ઉઠી રહ્યા છે કે આ EVMને અહીં કોણ કચરામાં નાખીને ગયું , તેમજ શું તે EVM નકામાં અને બગડી ગયેલા હતા તેથી ફેંકી દેવામાં આવ્યા જેવા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.

પોલીસે તપાસ હાથ ધરી

ત્યારે હવે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે તમને જણાવી દઈએ કે બોરસદની જૂની શાક માર્કેટ ખાતેના કચરાના ઢગલામાં આ EVM મશીન પડેલા જોવા મળ્યા હતા. હવે તે EVM ત્યાં કેવી રીતે આવ્યા કે જાણી જોઈને ફેંકી દેવામાં આવ્યા ને લઈને બોરસદ પોલીસે તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button