સુરત

તાપી માતાના જન્મ દિવસની તૈયારી : સુરતના જહાંગીરપુરા ખાતે તાપી માતા પ્રાગટ્ય દિવસે 1100 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરાશે

Tapi Mata's Birthday Celebration : અષાઢ સુદ સાતમ એટલે કે 13મી જુલાઈના રોજ સુરતની જીવાદોરી એવી તાપી માતાનો પ્રાગટ્ય દિવસ છે. વિશ્વમાં તાપી એક એવી નદી છે જેનો સ્થાનિકો ધામધૂમ પૂર્વક જન્મ દિવસની ઉજવણી કરે છે. સુરતમાં તાપી માતાના જન્મ દિવસની ઉજવણી માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ જહાંગીરપુરાના પૂજય મોટા સૂર્યોદય ઘાટ પર 1100 મીટર લાંબી ચુંડદી અર્પણ કરવામા આવશે. તાપી માતાના જન્મ દિવસની ઉજવણી પહેલાં રવિવારે શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા ઓવારા અને કિનારા પર સફાઈ અભિયાન કરીને કચરો ઉલેચવામા આવ્યો હતો.

સુરતએ સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું શહેર છે અને તેના માટે સુરતને સૂર્યપુર કહેવાય છે. સુરતમાં તાપી નદીના વિવિધ ઓવારા પર તાપી માતાના જન્મદિવસની ઉજવણી ભારે ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે. સુરતની જીવાદોરી સમાન તાપી નદીના પ્રાગટ્ય દિવસે સુરતમાં કુરૂક્ષેત્ર ધામના પૂજયમોટા સૂર્યોદય ઘાટ પર મા તાપી નદીને 1100 મીટરની ચૂંદડી અર્પણ કરવા માટે તૈયારી થઈ રહી છે. જેના ભાગરૂપે રવિવારના દિવસે સુરતની વિવિધ સંસ્થાઓએ આ ઘાટ પર સફાઈ કરીને તાપી નદીમાંથી ગંદકી બહાર કાઢીને ઘાટની સફાઈ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button