આગામી 5 દિવસ ગુજરાતમાં કેવો રહેશે વરસાદી માહોલ? જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Monsoon Forecast : રાજ્યના હવામાન વિભાગ દ્વારા અઠવાડિયામાં વરસાદી માહોલ કેવો રહેશે તેને લઇને આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ નબળી શરૂઆત રહી છે, આ વર્ષે અત્યાર સુધીમાં 8 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 23 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યમાં આજે (8 જુલાઇ) અને આવતીકાલે (9 જુલાઇ)એ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં બે દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યના આ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ ગુજરાતમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે, આજે (8 જુલાઇ) એ વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
ગુજરાત રાજ્ય માટે નું વરસાદ નું પૂર્વાનુમાન#weather #WeatherUpdate #gujarat
DAY1-4 pic.twitter.com/GidEUqHqFz— IMD Ahmedbad (@IMDAHMEDABAD) July 6, 2024
9 જુલાઇની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 9 જુલાઈ, 2024 ના રોજ મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, વરસાદની શક્યતા ઓછી રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડી શકે છે. જ્યારે દક્ષિણ-પશ્વિમ દિશામાંથી 10-20 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમી વધુ અનુભવાશે, મહત્તમ તાપમાન 36°C સુધી પહોંચી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદની શક્યતા થોડી વધુ રહેશે. તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને તાપમાન 32°C આસપાસ રહેશે.
આગામી 3 દિવસ કેવો રહેશે વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર 10 જુલાઇએ (બુધવાર) કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે 11 જુલાઇ (ગુરૂવાર) એ વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય માટે નું વરસાદ નું પૂર્વાનુમાન#weather #WeatherUpdate #gujarat
DAY5-7 pic.twitter.com/JIi37Cfqw0— IMD Ahmedbad (@IMDAHMEDABAD) July 6, 2024
12 જુલાઇ (શુક્રવાર) એ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌથી વધુ વલસાડ જિલ્લામાં વરસાદ
વર્તમાન સિઝનમાં 20 તાલુકામાં 20થી 40 ઈંચ, 47 તાલુકામાં 10થી 20 ઈંચ, 82 તાલુકામાં 5થી 10 ઈંચ, 13 તાલુકામાં 5 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ 20.74 ઈંચ, નવસારીમાં 20.82 ઈંચ, જૂનાગઢમાં 18.33 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. સુરેન્દ્રગરમાં સૌથી ઓછો અડધો ઈંચ જ વરસાદ નોંધાયો છે.
જાણો ક્યાં કેટલો વરસાદ નોંધાયો
મળતી માહિતી અનુસાર,આ વર્ષે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે 30.21 ટકા, કચ્છમાં 4.89 ઈંચ સાથે સિઝનનો 25.63 ટકા, દક્ષિણ ગુજરાતમાં 14.94 ઈંચ સાથે સિઝનનો 25.44 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 4.78 ઈંચ સાથે સિઝનનો 14.97 ટકા અને ઉત્તર ગુજરાતમાં 4.50 ઈંચ સાથે 15.66 ટકા વરસાદ વરસ્યો છે. છઠ્ઠી જુલાઈ 2023માં કચ્છમાં સૌથી વધુ 87.44 ટકા, સૌરાષ્ટ્રમાં 50.34 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો.