આનંદ
Anand : આંકલાવ MGVCL ની પ્રિ-મોનસુન કામગીરી સામે મોટા સવાલો,
આંકલાવ MGVCL ની પ્રિ-મોનસુન કામગીરી સામે મોટા સવાલો,
આંકલાવમાં મધ્ય ગુજરાત વીજ કંપનીનો વહિવટ દિવસેને દિવસે ખાડે જઈ રહયો હોવાની અનુભૂતિ નાગરિકો થઈ રહી છે. ચોમાસાની ઋતુ આવે તે પહેલા પ્રી-મોન્સુનની કામગીરી હાથ ધરવામાં આવે છે. પરંતુ આ પ્રી-મોન્સૂન કામગીરી સામે ઘણા સવાલો ઊભા થયા છે. આંકલાવશેહર ની અંદર છેલ્લાં કેટલાક મહિનાઓથી મધ્ય ગુજરાત વીજ કંપનીની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે અને વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે.
આંકલાવ મામલતદાર કોટેઝ માં આવેલ વીજ પોલ ના વાયરો જાડિયોમાં ગુસાઈ રહ્યા હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે પ્રી-મોન્સુનની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે