રાજદીપ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયૂટ આંકલાવમાં પદવીદાન સમારોહ યોજાયો
મહેમાન તરીકે IMA ના સેક્રેટરી ડૉ હિમાંશુ મેઘનાથી તેમજ પ્રોફેસર & રાઇટર આનંદ આર્ટસ કૉલેજ ડૉ ગુણવંત વ્યાસ હાજર રહ્યા
આંકલાવમાં મુખ્યઆવેલ શિક્ષક ભવન ખાતે 28 જુલાઈ ને રવિવારના રોજ રાજદીપ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયુટ આંકલાવનો પદવીદાન સમારોહ યોજાયો.જેમાં મેડિકલ ક્ષેત્રનો અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓને ડિગ્રી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પદવીદાન સમારોહ મુખ્ય મહેમાન તરીકે IMA ના સેક્રેટરી ડૉ હિમાંશુ મેઘનાથી મેડિકલ ક્ષેત્ર રોજગારીની ખૂબ જ તકો છે.રાજદીપ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયુટ આંકલાવમાં વિદ્યાર્થીઓને ડિગ્રીની સાથે સાથે પ્રેક્ટીકલ નોલેજ આપે છે અને અને વિદ્યાર્થીઓને સ્કીલ પણ ડેવલપ કરાવે છે.જેને લઈને તેઓનો પાયો ખૂબ મજબૂત હોય છે. અને આવા વિદ્યાર્થીઓ નોકરી મેળવવામાં સરળતા રહે છે. તેની સાથે સાથે તેમની કારકિર્દીના ગ્રોથ પણ ખૂબ વધારે જોવા મળે છે.
જ્યારે પદવીદાન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન પ્રોફેસર અને રાઇટર આણંદ આર્ટસ કૉલેજ ડૉ ગુણવંત વ્યાસે જણાવ્યું હતું કે અત્યારના આધુનિક યુગમાં આ એકમાત્ર ક્ષેત્ર જે મેડિકલ ક્ષેત્ર છે તેમ જ ડિગ્રીની સાથે સાથે નોકરીની ગેરંટી આપવામાં આવે છે. એટલે હું તમામ વિદ્યાર્થીઓને ચોક્કસ કહું છું કે મેડિકલ ક્ષેત્ર ખૂબ રોજગારીની તકો રહેલી છે અને મેડિકલ ક્ષેત્રનો જે પણ અભ્યાસ કરે છે તે તમામ વિદ્યાર્થીઓને નોકરી અને રોજગાર ખૂબ સરળતાથી મળી જાય છે તેમને વધુમાં જણાવ્યું હતું કે અને તેમાંય સામાન્ય અને ગરીબ વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓને પોસાય તેવા સામાન્ય ફી સાથે આંકલામાં આવેલ રાજદીપ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયૂટ આંકલાવ મેડિકલ ક્ષેત્રના અભ્યાસક્રમો પુરા પાડે છે. જે ખૂબ સારી કામગીરી કહેવાય
આ ઉપરાંત આંકલાવ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધવસિંહ સોલંકી, અને આંકલાવ તાલુકા એમ્પ્લોયીસ કો.ઓ. ક્રેડિટ & કસ્યુમર સો.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્રસિંહ પરમાર વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે આ યુગ જ્ઞાનનો યુગ છે, શિક્ષણનો યુગ છે, જે વ્યક્તિ સારામાં સારુ શિક્ષણ પ્રાપ્ત કરે છે. અને સારામાં સારુ જ્ઞાન ધરાવે છે. તેવા વ્યક્તિઓ જીવનમાં સફળ થાય છે. અને ખરા અર્થમાં જીવનનો આનંદ માણી શકે છે.શિક્ષણ થકી વ્યક્તિ પોતાના કુટુંબ, સમાજ અને દેશને ઉન્નતી અને વિકાસ તરફ લઈ જાય છે.જ્યાં શિક્ષણ છે ત્યાં જ ઉન્નતી વિકાસ અને સમજણ છે. આમ વ્યક્તિના જીવનમાં શિક્ષણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
આ પ્રસંગે રાજદીપ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સીપાલ યાસ્મીનબેન રાજે આવેલા મેહમાનો નો આભાર વ્યક્ત કર્યો અને વિદ્યાર્થીઓ ના ઉજવળ ભવિષ્ય માટે શુભકામના ઓ પાઠવી હતી.
આ ઉપરાંત રાજદીપ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયૂટ આંકલાવના સ્થાપક ડૉ દીપક રાજ તેમજ મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. કંદર્પ વ્યાસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો