આણંદ લો કોલેજ દ્વારા એમ.એસ.હાઇસ્કુલમાં લીગલ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો
આણંદ લો કોલેજ દ્વારા એમ.એસ.હાઇસ્કુલમાં લીગલ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો
આંકલાવ, તા. 10-08-2024: આજે શનિવારે, એમ.એસ. હાઇસ્કુલ, આંકલાવ ખાતે આપણા સમાજની દીકરી ફિજાબાનું મનહરસિંહ રાજના પ્રયાસોથી આણંદ લો કોલેજ દ્વારા એક વિશેષ લીગલ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ દીકરીઓને પોક્સો એક્ટ અને સેક્સ્યુઅલ હેરાસમેન્ટ જેવા ગંભીર કાયદાઓ વિશે જાગૃત કરવાનો હતો.
આ પ્રોગ્રામમાં આચાર્યશ્રી સૈયદ સાહેબે વિદ્યાર્થિનીઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, “કાયદાની જાણકારી રાખવી અને તેનો સદુપયોગ કરવો એ દરેક વ્યક્તિ માટે અત્યંત જરૂરી છે. ખાસ કરીને આપણી દીકરીઓએ પોતાના અધિકારો વિશે જાગૃત રહેવું જોઈએ.”
આ પ્રોગ્રામમાં વિદ્યાર્થિનીઓને પોતાના અધિકારો અને કાયદા દ્વારા મળતી સુરક્ષા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમને સમજાવવામાં આવ્યું કે જો તેમની સાથે કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેઓ ક્યાં અને કોની પાસે ફરિયાદ નોંધાવી શકે છે.
આ પ્રોગ્રામમાં મુખ્ય વક્તા તરીકે આણંદ લો કોલેજના વિદ્વાનો હાજર રહ્યા હતા. તેમણે સરળ ભાષામાં વિદ્યાર્થિનીઓને કાયદાઓ વિશે સમજાવ્યા અને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા.
આ પ્રોગ્રામને સફળ બનાવવામાં વકીલાતનો અભ્યાસ કરતા ફિજાબાનું મનહરસિંહ રાજનો મહત્વનો ફાળો રહ્યો છે. તેમના પ્રયાસોથી સમાજની દીકરીઓને પોતાના અધિકારો વિશે જાગૃત કરવામાં મોટી સફળતા મળી છે.
આ પ્રકારના પ્રોગ્રામો દીકરીઓને સશક્ત બનાવવામાં અને સમાજમાં સુરક્ષિત વાતાવરણ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.