Uncategorized

ખંભોળજમાં ગ્રામપંચાયતની સામે ભાડાના મકાનમાં ક્લિનિક ચલાવતો બોગસ તબીબ પકડાયો

ખંભોળજમાં ગ્રામપંચાયતની સામે ભાડાના મકાનમાં ક્લિનિક ચલાવતો બોગસ તબીબ પકડાયો

  1. આણંદ તાલુકાના ખંભોળજ ગામમાં બોગસ તબીબ પકડાતા ખળભળાટ મચ્યો છે. ૧૨ ધોરણ ભણેલો પશ્ચિમ બંગાળનો શખ્સ છ..જી ના બનાવટી સર્ટીફીકેટના આધારે ખંભોળજમાં ગ્રામપંચાયતની સામે મકાન ભાડે રાખી, તેમાં ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતો હતો. આ અંગેની જાણ થતાં આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમે ક્લિનિકમાં દરોડો પાડી બોગસ તબીબને પકડી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી
  2. આણંદ તાલુકાના ખંભોળજ ગ્રામ પંચાયત કચેરીની સામે આવેલ હર્ષદભાઈ નટવરલાલ શાહના બે માળના રહેણાંક મકાનમાં અંબે ક્લિનિક ચલાવતાં તબીબની ડીગ્રી બોગસ હોવા અંગેની જાણ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.આઈ.કે,પ્રજાપતિ મારફતે રાસનોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર રાજવી અશોકભાઈ પટેલને થઈ હતી. જેથી મેડિકલ ઓફિસર રાજવી પટેલ સહિતના સ્ટાફે, ખંભોળજ પોલીસની ટીમને સાથે રાખી આજરોજ અંબે ક્લિનિકમાં દરોડો પાડ્યો હતો. પોલીસ અને મેડિકલ ઓફિસરની ટીમ આ મકાનમાં અંબે કલીનીક ફેમીલી ફીઝીશીયનલખેલ બોર્ડ વાળા રૂમમાં જતાં, તેમાં ખુરશી ઉપર એક ઇસમ બેઠેલો હતો. પોલીસે આ ઈસમની અટકાયત કરી પુછપરછ કરતાં, તેણે પોતાનું નામ સનત મોહન બસવાસ (હાલ રહે, મંદીરવાળી ખડકી, ખંભોળજ, તા.જી.આણંદ, મુળ રહે, દોહરપારા, જી.નાદીઆ, પશ્ચિમ બંગાળ) હોવાનું જણાવ્યું હતું. જે બાદ પોલીસે આ ઈસમ પાસે ડોક્ટર હોવા અંગેના સી કે પ્રમાણપત્ર માંગતા, તેણે ફ્રેમમાં મઢેલુ છે..જીનું એક બનાવટી સર્ટીફીકેટ રજુ કર્યું હતું. જોકે, પ્રથમ નજરમાં જ આ સર્ટીફીકેટ હોવાનું પોલીસને લાગ્યું હતું. જેથી પોલીસે કડકાઈ દાખવી સનતબિસવાલની પુછપરછ કરી હતી. જેમાં તે ભાંગી પડ્યો હતો અને પોતે ધોરણ ૧૨ સુધીનો જ અભ્યાસ કર્યો હોવાનું તેમજ આ બનાવટી સર્ટીફિકેટ પોતાની જાતે જ બનાવડાવ્યું હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે આ ક્લિનિકમાંથી દવાઓ અને મેડિકલના સાધનો મળી કુલ રૂ.૨૩,૬ ૩૨ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે મેડિકલ ઓફિસર રાજવી પટેલની ફરિયાદને આધારે ખંભોળજ પોલીસે બોગસ તબીબ સનત મોહન બિસવાલ સામે આઈ.પી.સી કલમ ૪૬૮, ૪૧૯ તેમજ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦,૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button