ગુજરાત

ફાઈનલમાં અમે કોઈ ફેરફાર કરવાના નથી, જેવું કરતા આવ્યા છીએ, એવું જ કરીશું- રોહિત શર્મા

રોહિત શર્માએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, અમદાવાદમાં અમે એક મહિના પહેલા પાકિસ્તાન સામે મેચ રમી હતી. તે સમયે મેચ પહેલા ખૂબ જ ઝાકળ પડી હતી. પણ...

રોહિત શર્માએ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ પહેલા અમદાવાદની પિચને લઈને મોટી અપડેટ આપી છે. આપને જણાવી દઈએ કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થનારી ફાઈનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની એ પિચ પર થશે, જ્યાં ભારત અને પાકિસ્તાનના ગ્રુપ રાઉન્ડની મેચ રમાઈ હતી. રોહિતે કહ્યું કે, પિચ પર ઘાંસ ઓછું દેખાઈ રહ્યું છે. ત્યારે આવા સમયે પિચ સ્લો હોય શકે છે. આ વાત પ્લેયર પણ જાણે છે. આપને જણાવી દઈએ કે, ભારતીય ટીમ 2011 બાદ પહેલી વાર વન ડે વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. રોહિત પહેલી વાર વન ડે વર્લ્ડ કપ ટીમની આગેવાની કરી રહ્યો છે. ત્યારે આવા સમયે તે ટીમને ટ્રોફી અપાવવા માગશે.રોહિત શર્માએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, અમદાવાદમાં અમે એક મહિના પહેલા પાકિસ્તાન સામે મેચ રમી હતી. તે સમયે મેચ પહેલા ખૂબ જ ઝાકળ પડી હતી. પણ મેચના દિવસ ઝાકળ દેખાઈ નહોતી. કંઈક આવું જ સેમીફાઈનલમાં વાનખેડે સ્ટેડિયમમાં જોવા મળ્યું હતું. તેથી ફાઈનલમાં ઝાકળ કેટલી રહેશે કે નહીં, એતો મેચના દિવસે જ ખબર પડશે. કુલ મળીને અમે મેચ પહેલા પિચના હિસાબથી પ્લેઈંગ ઈલેવન પર નિર્ણય કરીશું. તમામ 15 ખેલાડી ટીમમાં જગ્યા મેળવી શકે છે. દરેક ખેલાડીને તેના વિશે વાત કરી દીધી છે.

આ અગાઉ ઓસ્ટ્રેલિયાના કપ્તાન પૈટ કમિંસે કહ્યું હતું કે, અમારા કેટલાય ખેલાડી 2015નો વર્લ્ડ કપ જીતી ચુક્યા છે. ત્યારે આવા સમયે અમને તેનો ફાયદો મળશે. તેના પર રોહિત શર્માએ કહ્યું કે, અમારી ટીમના ખેલાડી પણ કેટલીય ફાઈનલ રમી ચુક્યા છે. વિરાટ કોહલી અને આર અશ્વીન પણ વર્લ્ડ કપ 2011વાળી ટીમમાં હતા. જો કે, અશ્વિન ફાઈનલમાં પ્લેઈંગ 11માં નથી. ત્યારે આવા સમયે કહી શકાય કે, અમારી ખેલાડીઓ પાસે મોટી મેચ રમવાનો અનુભવ નથી.

રોહિત શર્માએ કહ્યું કે, આ તમામ ખેલાડીઓ માટે એક મોટો અવસર છે. દરેક ખેલાડી પોતાના રોલ વિશે જાણે છે. ત્યારે આવા સમયે ફાઈનલ પહેલા અમે કંઈ અલગ કરવા નથી માગતા. જેવું કરતા આવ્યા છીએ, એવું જ કરીશું. આપને જણાવી દઈએ કે, ભારત અને ઓસ્ટ્રેલિયા 2003 બાદ ફરી એક વાર વન ડે વર્લ્ડ કપની ફાઈનલમાં ટક્કર થવા જઈ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button