આનંદ

આણંદ જીલ્લા ડોક્ટર સેલ ના ઉપક્રમે સમસ્ત જીલ્લા ના તબીબોની બેઠક મળી હતી.

આણંદ જીલ્લા ડોક્ટર સેલ ના ઉપક્રમે સમસ્ત જીલ્લા ના તબીબોની બેઠક મળી હતી.

તારીખ ૧૧|૦૩|૨૩ ને સોમવાર ના રોજ, આણંદ જીલ્લા ડોક્ટર સેલ ના ઉપક્રમે સમસ્ત જીલ્લા ના તબીબોની બેઠક મળી હતી. …જેમા આણંદ ના લોકસભાના સાંસદ તથા ૨૦૨૪ લોકસભા ની ચુંટણી ના ઉમેદવારશ્રી મિતેશભાઇ (બકાભાઈ) નુ સન્માન કરવામા આવેલ હતુ. તથા તેમના દ્વારા તબીબો ના પ્રશ્નોને સાંભળી અને તેના નિરાકરણ માટે દરેક તબક્કે સહાયરૂપ થવા અંગે ખાત્રી આપેલ. આ બેઠક મા માનનીય સાંસદ શ્રી ઉપરાંત, જીલ્લા ભા. જ.પા. અધ્યક્ષ રાજેશ પટેલ, આણંદ ના ધારાસભ્ય યોગેશ પટેલ, દ્વારા પ્રસંગોચિત ઉદ્બબોધન કરવામા આવ્યા હતા. આ ઉપરાંત જીલ્લા મહામંત્રીશ્રી સુનિલભાઈ, જીલ્લા મંત્રી શ્વેતલભાઈ, જીલ્લા કોષાધ્યક્ષ સુનિલભાઈ , આણંદ નગરપાલિકા પ્રમુખ જીજ્ઞેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક મા સંકલ્પ સુચનો અંગે બધાને માહિતગાર કરવામા આવ્યા અને ડ્રોપબોક્ષમા સુચનો મેળવવા અંગે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામા આવેલ. બેઠક મા ઉપસ્થિત એલોપથી, આયુર્વેદ, હોમિયોપથી, ડેન્ટલ, ફિજીયોથેરાપી, ફાર્માસ્યૂટિકલ આ તમામે મિતેશભાઇ ને જંગી બહુમતી થી જીતાડી આપવા માટે પ્રયત્નશીલ થવા અંગે ખાત્રી આપી હતી. આ કાયેક્રમ ને સફળ બનાવવા માટે ડોક્ટર સેલ ના , ડો. રાજુભાઈ (મધ્ય ઝોન સદસ્ય), ડો. પરેશભાઈ (જીલ્લા કન્વીનર), ડો. પ્રવિણકુમાર (જીલ્લા સહ કન્વીનર), ડો. શૈલેષ શાહ (રાષ્ટ્રીય ઉપપ્રમુખ I.M.A.) તથા ડોક્ટર સેલ જીલ્લા ના સદસ્યો એ ખૂબ જહેમત ઉઠાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button